પાકિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના સ્પીન બોલર Yasir Shah એ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો જે ૧૪૦ વર્ષમાં કોઈ પણ સ્પીન બોલર પોતાના નામે કરી શક્યા નથી. ખરેખર, યાસીર શાહે શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ૬ વિકેટ લીધી અને તેની સાથે જ તે ૧૪૦ વર્ષ બાદ સતત ૫ ટેસ્ટ મેચમાં ૫ અથવાની તેનાથી વધુ વિકેટ લેનાર દુનિયાના પ્રથમ સ્પીન બોલર બની ગયા છે. તેના સિવાય યાસીર શાહે આ રેકોર્ડને બનાવનાર પાકિસ્તાનના પ્રથમ સ્પિનર છે. યાસીર શાહ પહેલા ઇંગ્લેન્ડના સિડની બાર્નેસ વર્ષ ૧૯૧૨-૧૯૧૪ માં (૭ વખત), ઓસ્ટ્રેલિયાના ચાર્લી ટર્નરે ૧૮૮૭-૮૮ માં (૬ વખત), ઇંગ્લેન્ડના એલેક બેડસેરે ૧૯૫૨-૫૩ માં (૬ વખત) આ કારનામું કરી ચુક્યા હતા. તેમ છતાં આ બધા ઝડપી બોલર હતા.  

યાસીર શાહે વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૧ એપ્રિલ ૨૦૧૭ થી ૫ વિકેટ લેવાનો સિલસિલો શરૂ કર્યો હતો. યાસીર શાહે વેસ્ટ ઇન્ડીઝ સામે જમૈકા ટેસ્ટમાં ૬, બાર્બાડોસમાં રમાયેલ બીજી ટેસ્ટમાં ૭, ડોમિનિકામાં રમાયેલ ત્રીજી ટેસ્ટમાં ૫, શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં ૫ અને બીજી ટેસ્ટમાં ૬ વિકેટ અને તેની સાથે તેમને સતત ૫ મેચમાં ૫ અથવા તેનાથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેના સિવાય યાસીર શાહે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ ૧૩ મી વખત ૫ વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.