કડવા ચોથનું વ્રત દરેક પરણિત સ્ત્રી માટે ખૂબ મહત્વપૂર્ણ તહેવાર છે એ દિવસે સ્ત્રી પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને રાત્રે સોળે શણગાર સજી વ્રત ખોલે છે. ત્યારે કડવા ચોથમાં સ્ત્રીનાં શણગારનાં મહેંદીનું અનેરુ મહત્વ રહે છે તો આવે જાણીએ કેટલીક એવી મહેંદીની ડિઝાઇન વિશે જે જોઇ પતિ ખુશ ખુશ થઇ જશે.

કડવા ચોથ નજીક આવી રહી છે ત્યારે ઘણી બધી મહેંદીની ડિઝાઇન ચલણમાં આવે છે. જેમાંથી તમે ફ્લોરલ પેટર્ન, સ્ટેપ વાળી મહેંદી, મોરની ડિઝાઇન અને અરેબીક ડિઝાઇ ખુબ ફેમસ થઇ છે.

ફ્લોરલ ડિઝાઇન

ફુલની આકૃતિ અનેક પ્રકારની હોય છે. એમાં આણ અને ઘાટા બંને શેડની મહેંદી લગાવવામાં આવે છે. પાંખડી સ્ટાઇલથી હથેળી અને આગળનો ભાગમાં મહેંદી લગાવવામાં આવે છે. તેમજ આંગળીઓ ઉપર ઘરેણાંના આકારની મહેંદીની ડિઝાઇન બનાવવામાં આવે છે. ફૂલોનાં કુદરતી આકાર દેવા માટે પાંખડીયોમાં શેડિંગ કરવામાં આવે છે.

ભારતીય મહેંદી

ભારતીય સ્ટાઇલીથી ડિઝાઇન વાળી મહેંદીમાં તમે મોર ફુલ અને બેલ જેવી ડિઝાઇન મુકી શકો છો, જેતમારા પગ અને હાથ બંનેમાં એક સમાન લગાવી શકો છો. આ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આશરે ૧ કલાક લાગે છે.

બંગડી જેવી પેટર્નવાળી ડિઝાઇન

આ પ્રકારની ડિઝાઇન તમારા હાથને આખા કવર કરી લે છે. જેનાથી તમારે ભારે બંગડી કે પાટલાં પહેરવાની જરુરત નથી રહેતી.

ઇન્ડોઅરેબીક ડિઝાઇન

આ મહેંદીમાં બોલ્ડ અરેબીક સ્ટાઇલની સાઉટ લાઇન બનાવવામાં આવે છે. જેમાં ઘણી અઘરી ભારતીય પારંપારીક ડિઝાઇનથી ભરવામાં આવે છે. અને તેને વધુ સુંદર બનાવવા તેમાં વચ્ચે સ્ટોન પણ લગાવી શકાય છે.

દુલ્હા દુલ્હન ડિઝાઇન

લગ્નનાં સમયે આ મહેંદી ક્ધયાના હાથમાં અચુંક જોવા મળે છે. તમે ઇચ્છો તો એ ડિઝાઇન કડવચોથનાં પર્વ પર પણ લગાવી શકો છો જેથી પતિને લગ્નના પ્રેમ ભર્યા દિવસોની યાદ પણ આવશે.

મલ્ટી કલર ડિઝાઇન

મલ્ટીકલરની મહેંદીની ડિઝાઇન હમણ ખૂબ પ્રચલિત થઇ છે. આ અનેક ડિઝાઇનની સાથે મુકવામાં આવે છે. જેમાં વિવિધ રંગો પૂરવામાં આવે છે. તમે એમાં મોર, ફૂલ, પાંદડી, અને પાદડ વગેરે બનાવી શકો છો.

તો આ હતી મહેંદીની એવી ડિઝાઇન જે તમે ઘરે જાતે પણ લગાવી શકો અને સાથે સાથે આ મન મોહક મહેંદીથી કડવાચોથમાં પતિનું દિલ પણ ખુશ કરી શકશો….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.