દુનિયામાં દરેક સ્થળની અલગ અલગ વિશેષતા અને સુંદરતા હોય છે. તેમાનું એક બાલી. સ્વચ્છ અને સુંદર બીચઅને કલર ફૂલ કલ્ચર અને ચારેય તરફ ફેલાયેલી હરિયાણી તે આ જગ્યા પર ચાર ચાંદ લાગવાનુ કામ કરે છે. અહીં હોટલ થી લઈ રેસ્ટોરન્ટ,સ્પા અને એંડવેન્ચર અને એક્ટિવિટી થી ભરપૂર છે. આ ઉપરાંત બાલી માં એહ બીજી વસ્તુને કારણે વિશ્વ ભરના પર્યટકો અહી આવે છે.અને તે છે દરિયાની અંદર આવેલ મંદિર.
બાલીનું અનોખુ સમુદ્ર મંદિર
ઇન્ડોનેશિયાનું આઇલેંડ બાલી ફરવા જાવ તો સમુદ્રની અંદર આવેલ મંદિર ની મુલાકાત જરૂર લ્યો.પરંતુ બલીમાં ઘણા મંદિરો આવેલા છે. પરંતુ આ મંદિર બાલિના પેમુટેરાત બીચ પર સમુદ્ર થી 90ફૂટ નીચે આવેલ છે.આ મંદિર આજે પણ આશ્ચર્યનું કેન્દ્ર છે.
ઇન્ડોનેશિયામાં સમુદ્રની નીચે બનાવેલું આ મંદિર ખૂબ પ્રાચીન છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે પણ તેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ છે જે લગભગ 5000 હજાર વર્ષ જૂની છે. લોકો સ્કૂબા ડાઇંગ ની મદદથી આ મંદિર જોવા જાય છે.
સમુદ્ર નીચે સ્થિત આ મંદિર જોવા માં ખઢેર જેવું લાગે છે. લોકો માને છે કે તે દ્વારિકા નગર હોઈ શકે છે, કારણ કે દ્વારિકા નગરી સમુદ્ર કિનારે વસેલ હતી. અને થોડા સમય પછી તે નગરી સમુદ્રમાં વિલીન થઇ ગઈ હતી.
ભગવાન વિષ્ણુ અને શિવ ઉપરાંત, અહીં પણ ઘણી બધા મૂર્તિઓ છે, જે જૂના સમયમાં બનેલી છે તે જૂના સમયના પૂજા-પાઠને દર્શાવે છે. હિન્દુ દેવી-દેવતાઓ સાથે સાથે અહીં ભગવાન બુદ્ધની પણ વિશાણ મુર્તિઓ છે
કેવી રીતે પહોંચ્યા
વિશ્વમાં અલગ અલગ જગ્યા એથી બાલી માટે ફ્લાઇટ મળી રહે છે.પરંતુ બાલીની જગ્યાએ ડેનપાસરની ફ્લાઇટ વધુ સુવિધાજનક હોય છે.આ ઉપરાંત સોઈકામો હટ્ટા જકાર્તા ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ ઓપસન છે ત્યથી પોહચી ટેક્સી અથવા અન્ય પરિવહન દ્રારા સરણ તથી પોહચી શકાય છે.