2000 કરોડના આઈપીઓ માટે પેટીએમ બોર્ડે આપી મંજૂરી: અલીબાબા, આન્ટ ગ્રુપની 29.7 ટકા ભાગીદારી સાથેના પેટીએમ
વિશ્વની બદલતી જતી આર્થિક વિનીમય વ્યવસ્થામાં હવે ડિજીટલ પેમેન્ટ અને ફાયનાન્સીયલ સેવાનું કદ દિવસે-દિવસે વધતુ જાય છે તેવા સંજોગોમાં પેટીએમ જેવી કંપનીઓ આગામી દિવસોમાં ડિજીટલ પેમેન્ટના બિઝનેશમાં ખાસ્સુ કાઠુ કાઢી જાય તેવી પરિસ્થિતિમાં પેટીએમ રૂા.22000 કરોડના આઈપીઓની તૈયારી કરી રહ્યું છે. મોટી વાત એ છે કે, મંદીના આ ગાળામાં પેટીએમનો આઈપીઓ બધા રેકોર્ડ તોડે તેવી શકયતા સેવાઈ રહી છે. જો કે, વર્તમાન સમયમાં ભારતીય શેરબજારની તેજીની પરિસ્થિતિનો પેટીએમ ખરા સમયે લાભ લેવાની રણનીતિના ભાગરૂપે જલ્દીથી આઈપીઓ માટેની કવાયત કરી ર્હયું છે અને ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન પેટીએમનો 22000 કરોડ રૂપિયાનો આઈપીઓ મેદાનમાં આવશે.
નુકશાનીના ગંજ વચારે પેટીએમના 22000 કરોડના આઈપીઓને ખુબજ મોટી સફળતા મળે તેવો નિષ્ણાંતો મત વ્યક્ત કરી રહ્યાં છે. લોસ બીકમ પ્રોફીટના મુદ્રાલેખ સાથે પેટીએમએ ધંધાના વિકાસ માટે જે રીતે ઉદારહાથે ખર્ચ અને નુકશાની વેઠી ગ્રાહકોની જરૂરીયાતો પૂરી કરવામાં જે ભોગ દીધો તેનું વળતર આજે પેટીએમને મળવા જઈ રહ્યું છે. પેટીએમ બોર્ડ દ્વારા ઓકટોબર-ડિસેમ્બર દરમિયાન 22000 કરોડના આઈપીઓની તૈયારી કરવામાં આવી રહી છે. કંપની 2 લાખ કરોડ રૂપિયા ઉભા કરવા માટે આઈપીઓ લાવી રહ્યું છે.
પેટીએમ બોર્ડના ડાયરેકટરોએ સૈધ્ધાંતિક રીતે આઈપીઓને મંજૂરી આપીને ઓકટોબરથી ડિસેમ્બર દરમિયાન કંપની 21000 થી 22000 કરોડ રૂપિયા આઈપીઓના માધ્યમથી ઉભા કરવાનું આયોજન કરી રહી છે જે અત્યારે સૌથી મોટા ભારણા તરીકે બજારમાં આવશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, વૈશ્ર્વિક ધોરણે ભારતની આ બજાર મજબૂત રીતે આગળ વધી રહી છે અને શેરબજારની મજબૂત સ્થિતિનો લાભ લેવા કંપનીએ ખુબજ યોગ્ય સમયે ભારતમાં આઈપીઓ લાવવાની તજવીજ હાથ ધરી છે.
પેટીએમમાં અલીબાબાના આન્ટ ગ્રુપના 29.71 ટકા, સોફટ બેંક વિઝન ફંડના 19.63 ટકા, શેટ પાર્ટનરના 18.56 ટકા, વિજય શેખર શર્માના 14.67 ટકાની હિસ્સેદારી ગણવામાં આવી રહી છે. એજીએચ હોલ્ડીંગના ટી.રાવ પ્રાઈસ અને ડિસ્કવરી કેપીટલના 10 ટકાથી ઓછા ભાગીદારી ધરાવતી આ કંપનીએ 30 થી 35 ટકા વધુ ભરણાની દાવેદારી કરી છે. 1.4 બીલીયન માસીક ટ્રાન્જેકશન ધરાવતી આ કંપનીએ ખોટ ખાઈને પણ ગ્રાહકોના વ્યવહારને સાચવીને લોસ બીકેમ પ્રોફીટની થિયરી અપનાવના કંપની અત્યારે 3,629 કરોડ રૂપિયાનું વાર્ષિક ટનઓવર ધરાવતી કંપની બની છે. પેટીએમનો આઈપીઓ ભરણાના તમામ રેકોર્ડ સર્જે તેવી શકયતા સેવાઈ રહી છે.