રાજ્યભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો અવારનવાર બનતા હોય છે. જેને લઈ રાજ્ય સરકાર હવે ફરીથી હરકતમાં આવ્યું છે. આગામી એક જ અઠવાડિયામાં રાજ્યની 1350 કોવિડ હોસ્પિટલ ફાયર ફાઈટરથી સજજ થઈ જશે!?

રાજ્ય સરકારે બુધવારે સાંજે જણાવ્યું હતું કે, રાજ્યની 1350 હોસ્પિટલો, જેમાં કોવિડ -19 દર્દીઓની સારવાર કરવામાં આવે છે, છેલ્લા અઠવાડિયામાં આગની સલામતી માટે તપાસવામાં આવી છે. કોવિડ કંટ્રોલ માટેની કોર કમિટીની બેઠકમાં બોલતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, બધી મોટી હોસ્પિટલોમાં મોક ડ્રીલ યોજાવી જ જોઈએ અને હોસ્પિટલોના કર્મચારીઓને અગ્નિશમન સાધનો ચલાવવા અંગે તાલીમ આપવી જ જોઇએ. આ માટે  મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય દ્વારા જસ્ટિસ ડી એ મહેતા તપાસ પંચની ભલામણો અપનાવવામાં આવશે. છેલ્લા 1 જ વર્ષમાં રાજ્યની 10થી વધુ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો બન્યા છે ત્યારે હવે આગ ના લાગે અને જો આગ લાગે તો ત્યારે શું કરવું તે માટે તંત્ર હરકતમાં આવ્યું છે અને ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોવિડ કંટ્રોલની બેઠકમાં રાજ્યની 1350 હોસ્પિટલ ફાયર ફાઈટરથી સજ્જ થવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.