શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા બહાર આવતા લોકોનું સક્રીનીંગ કરવા નિર્ણય લેવાયો છે. આ અંગેની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શહેરમાં કૂદકે ને ભૂસકે વધતા જતા કોરોના કેસને અટકાવવા તંત્ર ઊંધા માથે થયું છે. જેને પગલે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા આરોગ્ય શાખાના અધિકારીઓ સાથે તાકીદની મિટીંગ યોજી બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવા સંબંધિત તંત્રને સુચના આપવામાં આવી હતી. મેયર બિનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાના અધિકારી તેમજ ડે.કમિશ્નરની હાજરીમાં એક તાકીદની મિટીંગનું યોજાઇ હતી.
જેમાં જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 60 વર્ષથી ઉપરની ઉંમરના 12449 તથા 45 થી 59 વર્ષ સુધીના 2022 લોકોએ વેકસીનેશન કરાવેલ છે. દરેક ચુંટાયેલ સભ્ય સિનિયર સિટીઝનને કાઉન્સીલીંગ કરી વેકસીનેશન સુરક્ષીત છે, તે અંગે લોકોને વધુ જાગૃત કરે તેવી સુચના અપાઇ હતી.
વધુમાં જાહેર સ્થળોએ લોકો સોશ્યિલ ડીસ્ટેન્સનું પાલન કરે તે માટે લોકોના પણ જરૂરી સહકાર માંગવા, અને બિન જરૂરી લોકોમાં કાઈ ભય ન ફેલાય અને લોકોનું આરોગ્ય વધુ સારી રીતે જળવાય તે રીતે કામ કરવા અધિકારીઓને સુચના આપવામાં આવેલ.
આ ઉપરાંત રેલ્વેસ્ટેશન તેમજ એરપોર્ટ પર બહારથી આવતા લોકોનું સ્ક્રોનીંગ કરવા વ્યવસ્થા ગોઠવવા તેમજ બહારથી આવતા લોકોને સાથાસાથ ડેરાનગતિ ન થાય તે અંગે સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત વૃધ્ધાશ્રમોમાં રહેતા દરેક સિનીયર સીટીઝનોને વેકસિનેશન આપવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. ગાઈડ લાઈનનું પાલન કરવા, સોશ્યલ ડીસ્ટેન્સ રાખવા, વારંવાર હાથ સાબુથી ધોવા, બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવા, માસ્ક પહેરવા અપીલ કરાઇ છે.
તેમજ જે લોકો અન્ય શહેરો કે રાજયોમાંથી આવતા હોય તેઓને કોવિડ ટેસ્ટ કરાવવા મહાનગરપાલિકા પરિવાર વતી અપીલ કરવામાં આવી છે. મિટીંગમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટે.કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, ડે.કમિશ્નર વસ્તાણી, આરોગ્ય અધિકારી ડો.ઋજુતાબેન જોષી, ડો.પંચાલભાઈ સહિતના હાજર રહ્યાં હતાં.