નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. સરકારે પેટ્રોલ પર ૨.૫ રૂપિયા અને ડીઝલ પર ૪ રૂપિયા એગ્રી સેસ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તે સાથે જ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઇની લીમીટ ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરી દેવામાં આવી છે. બજેટમાં મિડલ ક્લાસ માટે કોઈ જાહેરાત કરાઈ નથી. સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોઈ છૂટ પણ આપવામાં આવી નથી.
ડિવિડન્ડ અને વ્યાજ સિવાયની આવકમાં ૭૫ વર્ષથી મોટી ઉંમરનાને આઇટીઆર ભરવામાંથી મુક્તિ આપી છે. જોકે અપોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખીદનારને વ્યાજમાં ૧.૫ લાખ સુધીની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારીને માર્ચ ૨૦૨૨ સુધીનો કરી દેવામા આવ્યો છે.
ઈન્સ્યોરન્સ અને બેન્કિંગ સેક્ટર માટે ભેટ
ઈન્શ્યોરન્સ એક્સ ૧૯૩૮માં ફેરફાર કરાશે. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈને ૪૯%થી વધારીને ૭૪% કરવામાં આવશે. IDBI સાથે સાથે બે બેન્ક અને એક પબ્લિક સેક્ટર કંપનીમાં રોકાણ કરવામાં આવશે. એ માટે કાયદામાં ફેરફાર કરવામાં આવશે. LIC માટે IPO પણ લાવવામાં આવશે. સરકારી બેન્કોમાં ૨૦,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. બેન્કોને એનપીએમાંથી છુટકારો અપાવવા માટે રિક્ધસ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની બનાવામાં આવશે.
હોમ લોન વ્યાજ રાહત લંબાવાઇ
દરેક લોકો માટે ઘર પ્રાયોરિટીમાં છે. હોમ લોન પર વ્યાજમાં ૧.૫ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે અફોર્ડેબલ ઘર માટે વ્યાજમાં ૧.૫ લાખ રૂપિયાની એક્સ્ટ્રા છૂટ ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી રાખવામાં આવી છે.
ઘરના ઘર માટે મોદી સરકાર દ્વારા વધુ એક રાહત
હોમલોનના વ્યાજ પર ટેક્સમાં ૨૦૨૨ સુધી છૂટ આપવામાં આવી છે. એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ વધારાઈ છે. હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ ૧ વર્ષ વધારાઈ છે. સસ્તા દર વાળા ઘરમાં લોન પર વ્યાજમાં ટેક્સની એક વર્ષ સુધી છૂટ મળી છે. ૩૧ માર્ચ ૨૦૨૨ ઘર ખરીદવા પર લોનમાં વ્યાજમાંથી ૧.૫ લાખની છૂટ આપવામાં આવી છે. ટેક્સ ઓડિટની લિમિટ ૫ કરોડથી વધારી ૧૦ કરોડ કરવા પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
હોમલોનને લઇ બજેટમાં શું?
- હોમલોનના વ્યાજ પર ટેક્સમાં ૨૦૨૨ સુધી છૂટ
સસ્તા દર વાળા ઘરમાં લોન પર વ્યાજમાં ટેક્સની એક વર્ષ સુધી છૂટ
એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ વધારાઈ
હાઉસિંગ પ્રોજેક્ટની ખરીદી પર છૂટ ૧ વર્ષ વધારાઈ
હોમ લોન પર છૂટ ૨૦૨૨ સુધી રહેશે
૩૧ માર્ચ ૨૦૨૨ ઘર ખરીદવા પર લોનમાં વ્યાજમાંથી ૧.૫ લાખની છૂટ
સસ્તા ઘરની લોન પર છૂટ
ટેક્સ ઓડિટની લિમિટ ૫ કરોડથી વધારી ૧૦ કરોડ કરવા પ્રસ્તાવ