કૃષિપ્રધાન ભારતમાં ગુજરાતની ખેતી અને ખેડુતનું ખૂબજ મોટું યોગદાન છે. ગુજરાતની સમૃધ્ધ ખેતી વિશાળ દરિયાકાંઠો અને ખેડુતોની આવડતથી જ કૃષિ ક્ષેત્રમાં હજુ વિકાસના મોટા અવકાશ રહેલા છે ત્યારે ખેતી અને ખેડુતને હવે સધ્ધર બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના અભિગમ ગુજરાત સરકારે પણ અપનાવ્યો છે. સાત પગલા ખેડુત કલ્યાણ યોજનામાં ખેડુત પરિવારને આર્થીક મદદથી લઈ ખેડુતો માટે ગોદામ ખેતીન ઓજારો, વાહનો અને આંતરમાળખાકીય સુવિધા માટે પૂરતા રૂપીયાની જોગવાઈ કરી છે. ખેતી અને ખેડુત સધ્ધર બને તે માટે ગુજરાત સરકારે કોઈ વાતની કસર ન રહે તે માટે ખેડુતો માટે 7232 કરોડ રૂપીયાની જોગવાઈ કરવામાં આવી છે.
કૃષિ ક્ષેત્રેના ખેડુત કલ્યાણ માટે 7232 કરોડની જોગવાઈ
રાજય સરકાર દ્વારા વાવણીથીલઈ લલણી સુધીના તબકકા અને ત્યાર પછી ખેળથી બજાર સુધી માલ પહોચવા માટે ખેડુતોને સરકાર મદદરૂપ થશે. નાસવંત જણસની ટકાવારી ઘટાડવા માટે અનાજ સંગ્રહ ફૂટપ્રોસેસીંગ એકમ, બીજ ઉત્પાદન, એગ્રી અને ફૂડપ્રોસેસ ઉભા કરવા માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ખેતી હોય એની ખેતી નહી ખેતી કરે એની બાગાયત યોજના માટે 442 કરોડ
બીન ઉપજાવ સરકારી જમીનો બાગાયત અને ઔષધ્ય ઉત્પાદન માટે ઉપયોગમા લઈ શકાય તે માટે ખેતી હોય તેને નહી ખેતી કરે તેની ખેતી ના ધોરણે પ્રથમ તબકકામાં કચ્છ સુરેન્દ્રનગર પાટણ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં 50 હજાર એકર ખરાબાની જમીનને ઉપજાવ કરવા માટે નરસરી ઉભી કરવા માટે 442 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પશુપાલન માટે પણ ખાસ જોગવાઈ
ખેતી સાથે પશુપાલન પણ વિકાસ પામે તે જરૂરી છે. ગ્રામ્ય કક્ષાએ દુધાળા પશુઓ ડેરીની સ્થાપના બકરાના ફામ માટે 81 કરોડ, 10 ગામદીટ એક પશુ દવાખાનું ગૌશાળા માટે 26 કરોડ, પશુ સારવાર માટે 20 કરોડ , પશુદાણ ખરીદી સહાય માટે 20 કરોડ, કરૂણા એમ્યુંલન્સ માટે 7 કરોડ, દુધાળાગીર, કાંકરેજ, પશુફામની સ્થાપના માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ સંશોધન માટે યુનિવર્સિટી બનાવવા માટે 698 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતના વિકાસમાં મહત્વની ભૂમિકા ધરાવતા સાગર ખેડુઓના વિકાસની ખેવના
રાજયના દરિયાઈ કિનારે રહેતા સાગરખેડુઓ પણ વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે. તેઓ દેશને કરોડો રૂપીયાનુ વિદેશ રૂપીયા રળી આપે છે. માછીમાર અને વાહનવટાસાથે સંકળાયેલા સાગર ખેડુઓના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2007માં સાગરખેડુ સર્વાંગી કલ્યાણ યોજના શરૂ કરી હતી 13 વર્ષમાં 43 હજાર કરોડ રૂપીયાની રકમનો ઉપયોગ થયો છે. 15 જિલ્લાના 69 તાલુકાના 2702 ગામોમાં વસતા 30 લાખ સાગરખેડુ માટે 50 હજાર કરોડ રૂપીયાની સાગરખેડુ કલ્યાણ યોજના બનાવવામાંઆવી છે.