મમ્મી કે દાદીની જૂની સાડીમાથી પોતાના માટે ડ્રેસ બનાવડાવી લેવાનું ચલણ ખૂબ જૂનું છે તેમજ દરેક સ્ત્રી એ પોતાની લાઇફમાં એકાદવાર તો એવો એક્સપ્રિમેંટ જરૂર કર્યો હશે અને એ ડ્રેશ પહેરીને સામે આવીએ તો બધાને ખબર પડી જાય, કે આ સાડીમાથી બનાવવામાં આવ્યો છે.
સાડીમાથી કઈ ટાઇપનો ડ્રેશ બનાવવો અને માટે સાડીને કેવી રીતે ઉપયોગમાં લેવી એ વિષે જણાવતા ફેશન નિષ્ણાત કહે છે કે સાડીમાથી ડ્રેસ બનાવવા માટે સૌથી પહેલા પોતાની સાડીને ચેક કરો.
ત્યારબાદ જો સાડી બોર્ડરવાળી હોય તો ઉત્તમ.. કારણકે એની બોર્ડર અને અંદર ફેબ્રીક બંનેનો ઉપયોગ માટે લઈ શકાશે અને જો કોર્ટનની બોર્ડરવાળી સાડી હોય તો સાડીની બધી જ બોર્ડર કાઢી લો. અને પછી અંદરના ફેબ્રીક સાથે કોન્ટ્રાસ્ટ કલરનું જામેવારનું મટિરિયલ મિક્સ કરી ડ્રેસ ડિઝઇન કરો.
સાડીની સેમ બોર્ડર જો તમે ડ્રેસમાં વાપરશો તો એ સાડી જેવુ જ લાગશે. તે માટે તમે કોન્ટ્રાસ્ટમાં કાઇક બીજું વાપરવું જરૂરી છે આ જ પ્રમાણે સાડીના પલ્લુનો ઉપયોગ યોકમાં કરી લેવાતો હોય છે પણ આ રીતે ન કરવું હોય તો પાલવના ભાગમાં સાથે બીજું પ્લેન મટિરિયલ વાપરીને એક અલગ કુર્તી તેયાર કરી શકાય છે
સાડીમાથી ટીપીકલ સલવાર- કમીઝ ન બનાવો એમાં જો ટોમ અને બોટમ બન્ને સેમ હશે તો એ સારું નહીં લાગે જેથી તે માટે પ્રિંટેડ કે વર્ક કરેલી સાડીમાથી ફક્ત ટોપ બનાવું અને સલવાર માટે કોન્ટ્રાસ્ટમાં બીજું મટિરિયલ કે રેડિમેડ નિટ ચૂડીદાર પસંદ કરવું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com