ડ્રાઇ સ્કીનએ હંમેશા ચહેરાની ચમકને ઓછી કરી દે છે. તેને દુર કરવા કોઇ પાર્લરમાં જાવાની જ‚ર નથી. ઘરના નુસ્કાથી કામ થઇ જાશે.
– કેળા
ડ્રાઇ સ્કીનને દુર કરવા માટે કેળાની પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો ત્યાને તેને થોડીવાર માટે રહેવા દો. ત્યાર બાદ તેને સાફ પાણીથી ધોઇ લો. આથી ડ્રાઇ સ્કીનમાં ઘણો ફર્ક જોવા મળશે.
– ગ્લીસરીન.
કાચા દુધમાં ૨-૪ ટીપા ગ્લીસરીન નાખીને તેને ચહેરા પર લગાવો આનાથી ત્વચા કોમળ બનશે.
– શહદ
ચહેરાના ડેડ સેલ્સને હટાવવા માટે શહદનો ઉપયોગ ફેસ સ્કુબ બનાવવા માટે થાય છે. આ સ્કુલ બનાવવા માટે મીઠુ ખાંડનો પાઉડર, લીંબુનો રસ અને મધને મીક્સ કરીને ચહેરા પર લગાવો આનાથી ચહેરાના ડેડ સેલ્સ હટશે અને ચહેરાની ચમક પણ વધશે.