સામાન્ય રીતે શરદી ઉધરસ કે કફ થવા માટે વાયરલ બૅક્ટેરિયલ ઇન્ફેક્શન જવાબદાર છે આ સિવાય ઠંડા પાણીનું સેવન કરે, તેને કોઈ પણ વસ્તુની એલર્જી હોય અથવા તો તેની ઈમ્યુનિટી પાવર ઓછી હોય તો તેને શરદી ઉધરસ અને કફ થાય છે
શિયાળાની શરૂઆત થતા તરત નાક બંધ થવું, ગળામાં દુખાવો, ઉધરસ જેવી તકલીફો શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવાનું ટાળે છે અને ઘરમાં પડેલી પેન કિલર દવાઓ ખાઈ લેતા હોય છે. પરંતુ વારંવાર આવી દવાઓ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેથી આવી સામાન્ય તકલીફોમાં દવા લેવાનું ટાળી અને ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ. આ તમામ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે ઘરેલૂ ઉપચાર ઘણો જ મહત્વ ધરાવે છે. ઘણી વખત સાઈનસ, શરદી, ફ્લૂ, એલર્જી અથવા સંક્રમણને કારણે પણ નાક બંધ થઈ જાય છે. ચાલો આ સમસ્યાના ઉપચાર જાણીએ.
કફ માટેના ઉત્તમ આયુર્વેદિક ઉપચાર
ગરમ બાસ્પ લેવી જેનાથી છાતીમાંથી જમા થયેલા કફને દૂર કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે
રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પોશેર દૂધ(250ml.) પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે
દૂધમાં હળદર, મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે.
જેઠીમધ એ કફમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જેઠીમધ ની અંદર રહેલ વિટામિન સી છાતીની અંદર જમા થયેલા કફને દૂર કરે છે તેમજ ગળાની અંદર થતી તકલીફો પણ દૂર કરવામાં મદદરૂપ છે
દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
હળદર એ રામબાણ છે તેની અંદર કરક્યુમીન નામનું તત્વ હોય છે જે કફની કાઢવામાં મદદરૂપ થાય છે જો તમે હળદરનું સેવન કરવા ઈચ્છો છો તો નવશેકા પાણીની અંદર થોડી હળદર એક ચમચી કાળા મરી મિક્સ કરીને લઇ શકો છો
નોંધ : આ જનરલ માહિતી છે આનો ઉપયોગ કરતા પેહલા ડોક્ટર ની સલાહ લેવી જરૂરી.