વરસાદની ઋતુ આપણને ગરમીથી તો રાહત આપે છે. પણ સાથોસાથ આ સીઝનમાં સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે. આ સિઝનમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું જોખમ અનેકગણું વધી જાય છે. આજના સમયમાં કેટલાક લોકોને બહાર જઈને ફાસ્ટફૂડ ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. બહારનું ખાવાની ખોટી આદતો, દૂષિત પાણી, વાતાવરણમાં ભેજ, ફૂગ અને સ્વચ્છતાનો અભાવ આ ઋતુમાં ડાયેરિયા થવાનું જોખમ વધારે છે.
તેમજ દર્દીને વારંવાર પેટમાં ખેંચાણ અને દુખાવો, ઉબકા અને ઉલટી, તાવ, થાક અને નબળાઇ જેવા લક્ષણોનો અનુભવ થાય છે. આ સમસ્યાને તમે ઘરે જ કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને ઠીક કરી શકો છો. ચોમાસાની સિઝનમાં પાણીજન્ય બીમારીઓના ફેલાવાનો ખતરો વધી જાય છે. તેમાંથી એક બીમારી છે ડાયેરિયા એક એવી બીમારી છે જે ગંદા પાણીના કારણે પણ થાય છે. નાના બાળકોમાં ડાયેરિયાની બિમારી ખૂબ ખતરનાક હોઈ શકે છે. કારણ કે આ બીમારી બાળકોને એક દિવસમાં વધારે કમજોર કરી નાખે છે. તો આ ઘરગથ્થુ ઉપાયો અપનાવો જેનાથી તમને મળશે ડાયેરિયાથી રાહત.
આ ઘરગથ્થુ નુસ્ખાથી તમને ડાયેરિયાથી મળશે રાહત
કેળા
પોષક તત્વોથી ભરપૂર કેળાના સેવનથી તમને ચોમાસા દરમિયાન પેટ ખરાબ થવાની સમસ્યામાથી રાહત મળે છે. કેળામાં રહેલા પ્રોટીન, ફોલેટ અને ફાઈબર જેવા પોષક તત્વો પેટની સમસ્યામાં રાહત આપે છે. સાથોસાથ તેમાં રહેલા પેક્ટીન પેટને ઠીક કરીને સ્ટૂલને કડક કરવામાં મદદ કરે છે. કેળાના સેવનથી માત્ર પેટને જ આરામ નથી મળતો પણ શરીરમાં પોટેશિયમની ઉણપ પણ પૂરી થાય છે.
પ્રવાહી
ચોમાસામાં પેટ ખરાબ થવાની સમસ્યામાં તમારે વધુ પ્રવાહીનું સેવન કરવું જોઈએ. કારણ કે પ્રવાહી ઝડ્પથી પચી જાય છે અને શરીરને હાઇડ્રેટ પણ રાખે છે. સાથોસાથ તમારે તમારા આહારમાં નારિયેળ પાણી, દહીંનો સમાવેશ કરવો જોઈએ. જેનાથી તમારા પેટને રાહત મળે છે.
સેલરી
જમ્યા પછી અડધી ચમચી સેલરી ખાવાથી પેટમાં ભારેપણું, પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા જેવી પાચનને લગતી સમસ્યાઓમાથી તમને રાહત મળે છે. જો તમને સેલેરી ચાવવામાં અને ખાવામાં તકલીફ થતી હોય તો તમે તેને પાણી સાથે ગળી પણ શકો છો.
ORS
ORS એટલે કે ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન. ડાયેરિયા દરમિયાન શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા ORSનું સેવન કરવાનું રાખો. ORS એ ફળોના રસનો એક પ્રકાર છે જે ઇલેક્ટ્રોલાઇટ ડ્રિન્ક તરીકે વેચવામાં આવે છે. તેમાં પાણી, ખાંડ, સુક્રોઝ, ડેક્સ્ટ્રોઝ, એપલ જ્યુસ કોન્સન્ટ્રેટ, એડેડ ફ્લેવર, આર્ટિફિશિયલ ફ્લેવર, સોડિયમ સાઇટ્રેટ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, વિટામિન સી હોય છે.
આદુનો રસ
આદુનો રસ પીવાથી પેટના દુખાવા અને ખેંચાણમાં તમને રાહત મળે છે. સાથોસાથ તમારે આ ઋતુમાં દરરોજ ઓછી માત્રામાં આદુની ચાનું સેવન કરવું જોઈએ. આ ઉપાયનો ઉપયોગ કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. જે તમારા શરીરને ચેપ સામે લડવામાં મદદરૂપ બને છે.