મહારાષ્ટ્રનું એક એવું હિલ સ્ટેશન જ્યાં પહોંચ્યા પછી લોકો થાક ભૂલી જાય છે. તેની કુદરતી સૌંદર્યને જોય નેજ જ તણાવ ક્યાં ગાયબ થઈ જાય છે,તેની ખબર પડતી નથી .આ વાત મહારાષ્ટ્રના ખંડાલાની છે.જ્યાં જઈને લોકો ખૂબ આનંદ કરે છે
ખંડલા ને સુંદરતા નું બક્ષિસ મળેલ છે. પરંતુ ખંડલા ખૂબ જ નાના હિલ સ્ટેશન છે, પરંતુ અહીંની હરિયાળી અને સુંદર પર્વત લોકો આકર્ષે છે.જે શહેરની ભાગદોડ થી દૂર શાંતિ અને સુકુન મેળવવા માટે આ જગ્યા તેમના માટે શ્રેષ્ઠ છે.
અહીં હવામાન ખૂબ સુહાવના હોય છે. દરેક સમયે અહી લોકોની ભીડ હોય છે.સામન્ય લોકો થી માડીને કલાકારો પણ વીકએન્ડ મનાવવા આવે છે. અહી ફરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આ એક લોકપ્રિય જગ્યા છે, જ્યાં લોકો પિકનિક પણ ઉજવે છે.
જો તમે કુદરત સાથે સમય પસાર કરવા માગતા હોય તોઆ જગ્યા તમારા માટે શ્રેષ્ઠ છે.ખૂબસુરત વાતાવરણમા તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે ફરવા જય શકો છો.ખંડાલાથી આશરે ચાર કિલોમીટર દૂર લોનાવાલા હિલ સ્ટેશન પણ આવેલ છે,આ ફરવા માટે અત્યંત સુંદર જગ્યા છે. જ્યાં તમે કુદરતની નજીક માણવા લાગો છો અહિયાં ફરવા માટે કેટલીક ખૂબ સુરત જગ્યાઓ આવેલ છે.આ જગ્યા ટ્રેકિંગ માટે પણ જાણીતી છે.