જુનાગઢ વાસીઓ, શૈક્ષણીક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અનુભવ્યું ગૌરવ
જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સાયન્સ કોલેજ ફોર રેટીંગ સાથે રાજ્યની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા બની છે. જેને લઈને જુનાગઢ વાસીઓ અને ખાસ કરી બાઉદીન કોલેજના વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફ સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં પણ ગૌરવની લાગણી અનુભવાય રહી છે.
તાજેતરમાં નોલેજ કોન્સોટ્રીયમ ઓફ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ઇન્ડિયન સેન્ટર ફોર એકેડેમીક રેકીંગ્સ એન્ડ એકસેલન્સ સાથેની ભાગીદારીમાં શૈક્ષણિક અને વહીવટમાં શ્રેષ્ઠતાના ઉચ્ચતમ ધોરણ તરફ સતત ગતિશીલ પ્રગતિ સાથે કોલેજની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરતી કોલેજ માટેની ગુજરાત રાજ્ય સંસ્થાકીય રેટિંગ ફ્રેમ વર્ક – 2022 જાહેર કરાયું હતું. જેમાં જૂનાગઢની ઐતિહાસિક કોલેજને 4 સ્ટાર રેટિંગ જાહેર કરાયું છે.
આ અંગે બાઉદીન કોલેજના આચાર્ય ડો. આર.બી. ભટ્ટે જણાવ્યું હતું કે, જૂનાગઢની ઐતિહાસિક બહાઉંદીન સાયન્સ કોલેજને ફોર સ્ટાર સાથે રાજ્યની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા જાહેર કરવામાં આવી છે. એ માટે બહાઉદીન કોલેજના પરિણામો, શૈક્ષણિક અને વહીવટતામાં શ્રેષ્ઠતા એ સાથે પ્લેસમેન્ટ અને આ કોલેજના વિદ્યાર્થીઓની હાલમાં પ્રગતિ સાથે શૈક્ષણિક સ્ટાફ દ્વારા આપવામાં આવતી શૈક્ષણિક સેવા સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. અને તેના પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને ઓડિટ મૂલ્યાંકન અને રેટ કરવાની જવાબદારી ભારતની સૌથી વિશ્વાસનીય સંસ્થા રેન્કિંગ અને રેટીંગ ઓથોરિટીને આપવામાં આવે છે, ત્યારે આ રેટિંગ ઓથોરિટી આઇકેર દ્વારા જુનાગઢની બાઉદીન સાયન્સ કોલેજને 4 સ્ટાર રેન્કિંગ સાથે રાજ્યની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા જાહેર કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢના મધ્યમાં આવેલ અને જૂનાગઢના નવાબના વખતમાં સ્થાપિત કરવામાં આવેલ ભવયાતી ભવ્ય બાંધકામ સાથેની આ બહાઉદીન કોલેજમાં ગુજરાતના અનેક સિદ્ધ કવિઓ, લેખકોની સાથે વૈજ્ઞાનિકો અને ઉદ્યોગપતિઓ અભ્યાસ કરી ચૂક્યા છે. આ સાથે આ કોલેજમાં અભ્યાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ હાલમાં મોટા ઉદ્યોગપતિઓ અને રાજ્ય અને રાષ્ટ્રની આઇપીએસ; જીપીએસ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ પદવીઓ સાથે પ્રજા સેવામાં સમર્પિત બન્યા છે. જૂનાગઢની બહાઉદીન કોલેજમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થી આજે ગુજરાત સાથે પૂરા ભારત વર્ષ અને વિદેશોમાં પણ પોતાનું નામ રોશન કરી ચૂક્યા છે. એવી બાઉદીન કોલેજને ફોર રેટિંગ સાથે રાજ્યની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા જાહેર કરાતા વિદ્યાર્થીઓમાં પણ આનંદ અનુભવાય રહ્યો છે. તે સાથે બાઉદીન કોલેજના શૈક્ષણિક સ્ટાફમાં પણ હર્ષની લહેર વ્યાપી છે.