લેમનગ્રાસ, જેને સામાન્ય રીતે એક સાધારણ ઘાસ તરીકે જોવામાં આવે છે, પરંતુ તે ઔષધીય ગુણોથી ભરપૂર એક ચમત્કારિક જડીબુટ્ટી છે. તેમજ આયુર્વેદમાં તેનું ખાસ મહત્વ છે, કારણ કે તે માત્ર પાચનતંત્ર અને રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત નથી કરતું, પરંતુ માનસિક અને શારીરિક સમસ્યાઓ સામે લડવામાં પણ મદદગાર છે. ત્યારપછી ભલે તમે શારીરિક થાક અનુભવતા હોય, માનસિક તણાવ અનુભવી રહ્યા હો, અથવા તમારી ત્વચાની સંભાળ લઈ રહ્યા છો, તેથી લેમન ગ્રાસ આ બધી સમસ્યાઓનો એક કુદરતી ઉકેલ છે.
લેમન ગ્રાસમાં વિટામિન C અને પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમજ તેના નિયમિત સેવનથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત થાય છે, જેનાથી શરીર સામાન્ય ચેપ જેવા કે, શરદી, ઉધરસ અને તાવ સામે લડવામાં સક્ષમ બને છે.
લેમન ગ્રાસનું સેવન પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા વિશિષ્ટ એન્ઝાઇમ્સ પાચન પ્રક્રિયાને વધુ સારી બનાવે છે, જેનાથી ગેસ, અપચો અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે આયુર્વેદિક ઉપચારમાં તેને પાચન સુધારક ઔષધ તરીકે માનવામાં આવે છે.
લેમન ગ્રાસના એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો શરીરમાં સોજો અને દુખાવો ઘટાડવામાં અસરકારક હોય છે. તેમજ તેનો ઉપયોગ સાંધાનો દુખાવો, સ્નાયુઓના ખેંચાણ અને અન્ય સોજા સંબંધિત સમસ્યાઓમાં કરવામાં આવે છે. આ સાથે લેમન ગ્રાસના પાંદડાને વાટીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાડવાથી દુખાવો અને સોજામાં ઝડપથી રાહત મળે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.