- ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
- ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશનના ગુનામાં ACBના ફરિયાદીને વોન્ટેડ બતાવેલ હતો
- ACBની ટ્રેપ થતાં જ કોન્સ્ટેબલ ફરાર થઇ ગયો, રૂપીયા 2 લાખની લાંચ લેતો વચેટિયો ઝડપાયો
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ટ્રેપ કરી ACBએ કોન્સ્ટેબલ વતી લાંચ સ્વીકારતા વચેટિયા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશનના ગુનામાં ACBના ફરિયાદીને વોન્ટેડ બતાવેલ હતો. ત્યારે તે ગુનામાં આરોપીને રજૂ કરવા માટે તેમજ પાસા નહીં કરવા માટે પોલીસ કોન્સ્ટેબલને રૂપિયા 5 લાખ 30 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી પાસે રૂપિયા 2 લાખની વ્યવસ્થા હોવાથી 2 લાખ આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલના કહેવાથી રૂપિયા 2 લાખની લાંચ લેતાને ACBએ ઝડપી પાડ્યો છે. જ્યારે ACBની ટ્રેપ થઈ હોવાની જાણ થતાં જ પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો. જે મામલે ACBએ વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આ કેસમાં ફરિયાદીની વિરૂદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં ફરિયાદીને વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીને તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા નહી કરવા બાબતે આરોપી ફરિયાદી પાસે રૂપિયા 5,30,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ આપવા ફરિયાદીને આરોપી ઉપરોક્ત જગ્યાએ બોલાવેલ પરંતુ ફરિયાદી પાસે રૂપિયા 2,00,000ની લાખની લાંચ લેતો વચેટિયો ઝડપાયો હતો.