“ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી, કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.” આજે ગુજરાતનો ૬૩મો સ્થાપના દિવસ છે ગુજરાતીઓ પોતાની અલગ અને આગવી ઓળખાણ ધરાવે છે. વિશ્વના કોઈ પણ ખૂણે હોય ગુજરાતીઓ ઓળખાઈ જ આવે છે. તેમાં પણ ગુજરાતના ગરબા અને ગુજરાતની અનોખી અને લોકપ્રિય વાનગીઓ કોઈ પણ પ્રસંગ હોય ગુજરાતી ગરબા રમવાનું અને દેશી વાનગીઓ ખાવાનું ભૂલતા નથી. ગુજ્જુઓને જો સૌથી પ્રિય ફરસાણ હોય તો તે છે જલેબી ફાફડા… ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે નેલ આર્ટીસ્ટ દ્વારા પોતાના નખમાં આ જલેબી ફાફડા દોરીને ગુજરાત સ્થપના દિવસની શુભકામના પાઠવવામાં આવી છે.
આજકાલ યુવતીઓમાં નેઇલ આર્ટનો ક્રેઝ વધતો જાય છે. યુવતીઓ પ્રસંગ અનુરૂપ નેઈલ આર્ટ કરાવતી હોય છે ત્યારે ગુજરાત સ્થાપના દિવસે રાજકોટની નેઈલ આર્ટિસ્ટ જાસ્મિન રાઓલ દ્વારા આ નેઇલ આર્ટ કરવામાં આવ્યું જેમાં ગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ ફાફડા જલેબીનું નેઈલ આર્ટ કરવામાં આવ્યું છે.
જાસ્મીને પોતાના નેઇલ પર ગુજરાતનું ફેમસ ફાફડા, જલેબી, ગાંઠિયા અને મરચા પોતાના નેઇલ પર કરાવ્યાસાથે જ ગુજ્જુ સ્પેશિયલ લખાણ કરાવીને સમગ્ર ગુજરાત વાસીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામના આપી છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે ત્રણ નખમાં આ નેઈલ આર્ટ કરવામાં આવ્યું છે જેમાં એક નખમાં જલેબી, એક નખમાં ફાફડા, અને એક નખમાં મરચા દોરવામાં આવ્યા છે.