GoPro નામની એક કંપનીએ પોતાનો નવો ફ્યુઝન કેમેરા લોન્ચ કર્યો છે. આ એક સ્પેરીકલ (ગોળાકાર) કેમરો છે. આ કેમરો ૩૬૦ ડીગ્રી ફોટો અને 5.2K રીઝોલ્યુશનમાં વિડીયો કેપ્ચર કરવમાં પણ સક્ષમ છે. તે સિવાય આ કેમરાની બીજી પણ એક ખાસ વાત તે છે કે, તેને વર્ચ્યુઅલ રિયલટી કન્ટેન્ટ કરવાની સાથે જ non-VR વિડીયો અને સ્ટાન્ડર્ડ સ્ટીલ ફોટો પણ લઇ શકાય છે.
દરેક એન્ગલથી ફોટો લેવામાં સક્ષમ
કંપની મુજબ, આ Fusion Camera પ્રત્યેક એન્ગલથી ફોટો લેવામાં સક્ષમ છે. તેની સાથે GoPro Fusion માં 6 GoPro કેમરાનો એક્સપીરીયન્સ મળે છે. આ કેમરાનો ઉપયોગ કરનાર લોકો ફોટોસ અથવા વિડીયોને કેપ્ચર કરવાની સાથે એક અલગ પ્રકારનો અનુભવ કરી શકો છો.
એક્શન કેમરા બનાવે છે GoPro
તમને જણાવી દઈએ કે, GoPro કંપનીએ એક્શન કેમરા બનાવવા માટે ફેમસ છે. આ કંપની વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ ડિઝાઈન સાથે કેમરા બનાવે છે. આ કંપનીએ ગયા વર્ષે હીરો ૫ બ્લેક એડિશન રજૂ કર્યું હતું.
GoPro હીરો ૫ બ્લેકને કંપનીએ પોતાના પૂરા લાઈનઅપમાં સૌથી વધારે કાબિલ બનાવી હતી. GoPro એ તેમાં વો-વો ફિચર્સ ઇનબિલ્ટ આપવામાં આવ્યું છે. આ કારણે GoPro ઉપયોગ કરનાર લોકો અલગથી એસેસરીઝ ખરીદવી પડતી હતી.