WhatsAppના સ્ટેટસ ફીચર વિશે તમે વાકેફ જ હશો જેમાં તમે ફોટો, વીડીયો અને link શેર કરી શકો છો. WhatsApp દ્વારા આજે જ ફીચર આપવામાં આવ્યું છે જેમાં તમે ઓડિયો કલીપ પણ સ્ટેટસમાં મૂકી શકો છો ત્યારે સ્ટેટસના ફીચર માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે તમે ૩૦ દિવસ સુધી સ્ટેટસ સેવ રહી શકશો.
હાલ WhatsAppમાં તમે 24 કલાક સુધી જ સ્ટેટસ રાખી શકો છો ત્યારબાદ તે આપ મેળે જ દુર થઈ જાય છે ત્યારે હવે Whatsapp બિઝનેસ યુઝર્સ માટે આર્કાઈવ સ્ટેટસની સુવિધા ઉમેરવા માટે કામ કરી રહ્યા છે. પસંદગીના બીટા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે જે સૂચવે છે કે સ્ટેટસ શેર કર્યા પછી 30 દિવસ સુધી તેમના ડીવાઈસ પર રાખવામાં આવશે. ફક્ત વપરાશકર્તાઓ જ આર્કાઇવ કરેલા અપડેટ્સ જોઈ શકશે.
આ ફીચર બિઝનેસ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આના દ્વારા, તે તેના આર્કાઇવ સ્ટેટસને ફરીથી શેર કરી શકે છે. અત્યારે આ ફીચર માત્ર WhatsApp બિઝનેસ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. પરંતુ WhatsApp ભવિષ્યમાં સામાન્ય વપરાશકર્તાઓ માટે આ સુવિધાને રોલ આઉટ કરી શકે છે.
ઉપરોક્ત સ્ક્રીનશોટમાં જોઈ શકો છો, જો આ સુવિધા તમારા WhatsApp બિઝનસ અકાઉન્ટમાં ઉપલબ્ધ થશે. જ્યારે આ સુવિધા ઇનેબલ હશે ત્યારે તમારા સ્ટેટસ અપડેટ્સ 24 કલાક પછી તમારા ઉપકરણ પર આર્કાઇવ કરવામાં આવશે. આ ઉપરાંત, તમે તમારી આર્કાઇવ પસંદગીઓને પણ મેનેજ કરી શકો છો અને સ્ટેટસ ટેબમાં મેનૂમાંથી સીધા જ તમારા આર્કાઇવને જોઈ શકો છો. આર્કાઇવ હંમેશા ખાનગી હોય છે તેથી માત્ર વ્યવસાય જ તેમના આર્કાઇવ કરેલા સ્ટેટસ અપડેટ્સ જોઈ શકે છે.