તમે રાવણાંનું નામ તો સાંભળ્યુ જ હશે જેને આપણે બધા સામાન્ય રીતે કાળા જાંબુથી પણ ઓળખીએ છીએ. રાવણાં એક ગુણોથી ભરપૂર ફળ છે. રાવણાં એ કાળા રંગ નું ફળ છે. તે સ્વાદ માં મીઠું અને નાનું ફળ છે. પાંદડા થી માંડીને છાલ સુધી તેના ગુણો રહેલા છે. આટલા બધા ફાયદાઓ ધરાવતું ફળ ના ખાઈએ તો કેમ ચાલે. કાળા જાંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે એમાં પણ જો સ્ત્રીની વાત કરવામાં આવે તો તેના માટે તો કાળા જાંબુ ખૂબ જ લાભદાયી છે. તમે ઘણી વાર અનુભવ્યું હશે સફેદ પાણીની સમસ્યા.પરંતુ શું તમને ખબર છે સફેદ પાણીની સમસ્યા અટકાવવા માટે કાળા જાંબુ ખૂબ જ ઉપયોગી બને છે કારણકે કાળા જાંબુમાં પોષકતત્વો હોય છે જેઆપણાં શરીરની જરૂરિયાતઓ પૂરી પાડે છે. કાળા જાંબુ મોસમી ફળનું સ્વરૂપ છે, જે એસિડિક છે, પરંતુ સ્વાદમાં મીઠા હોય છે. જાંબુમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝની સમૃદ્ધ માત્રા હોય છે, અને બીજા ઘણા આવશ્યક તત્વો છે જે શરીર માટે જરૂરી છે.
તો ચાલો આપણે જાણીએ કે સફેદ પાણીની સમસ્યા કઈ રીતે દૂર કરી શકાઈ તેમજ તે સિવાય જાંબુના બીજા કયા ફાયદા છે.
જાંબુ માત્ર સફેદ પાણીની સમસ્યા માટે નહિ પરંતુ તેનો ઉપયોગ પથરીની સમસ્યા દૂર કરવા માટે પણ કરી શકાઈ છે તેના માટે દહીં સાથે જાંબુ ખાવાથી પથરીમાં રાહત મળે છે.
જો તમે સફેદ પાણીની સમસ્યા દૂર કરવા માટે તમે જાંબુને ઉકાળી તેનો કાવો બનાવીને સવાર સાંજે પીવાથી સફેદ પાણીની સમસ્યા દૂર થાય છે.