સ્વાસ્થ્ય અને બૉડી માટે કેળા સૌથી શ્રેષ્ઠ સોર્સ છે, તમે દરરોજ દૂધ સાથે કેળા ખાઇ શકો છો… આ સાથે જ તમે તેનો બ્યૂટી પ્રોડક્ટની જેમ પણ યૂઝ કરી શકો છો, પરંતુ શું તમે જાણો છો કે આ જ કેળા બીજા કેટલાય કામ પણ કરી શકે છે, જાણો, કેળાના અન્ય ઉપયોગો વિશે…
શૂઝ ચમકાવો : કેળા શૂઝ, લેધર, સિલ્વર પર પૉલિશનું કામ કરે છે. શું તમે કેળાના આ અદ્દભૂત લાભ વિશે જાણો છો? કેળાની છાલથી બુટ, ચામડા અને સિલ્વર જ્વેલરી પર ઘસવાથી તેમાં ચમક આવે છે.
બળતરા ઓછી કરે : દાઝી જવા પર કેળાનો ઉપયોગ કરવાથી બળતરા ઓછી થાય છે. છાલના કારણે કેળા હંમેશા કુદરતી સ્વરૂપમાં શુદ્ધ અને સંક્રમણ મુક્ત રહે છે. સારા અને પાકા કેળાના પલ્પને શરીરના દાઝી ગયેલા ભાગ પર લગાવીને કપડું બાંધી દેવાથી તરત જ આરામ મળે છે.ફાટી ગયેલી એડીઓથી છૂટકારો અપાવે છે જો તમે પગની ફાટી ગયેલી એડીઓથી પરેશાન છો તો કેળા તમને રાહત આપશે. તેના માટે પગને ગરમ પાણીમાં રાખીને પ્યૂમિક સ્ટોનથી સાફ કરો. ત્યારબાદ તેના પર કેળા અને નારિયેળ તેલ મિક્સ કરીને પેક બનાવીને લગાવી દો. થોડાક સમય બાદ ધોઇ લો. નારિયેળ અને કેળા ફેટ અને વિટામિનથી ભરપૂર હોય છે જેના કારણે પગને નમી મળે છે. અને પગની કોમળતા જળવાઇ રહે છે.