દેશભરમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે આપણા માટે ખતરાની ઘંટડી સમાન છે. આજે દરેક લોકો પાસે વાહનો છે અને પ્રદુષણ ખુબજ મોટો પડકાર બની રહ્યો છે. આપણે શ્વાસ લઇએ છિએ તે હવા પણ પ્રદુશીત હોવાથી સ્વાસ્થયનું જોખમ પણ વધે છે.
માટે આજે હું તમને એવા ખોરાક વિશે જણાવીશ જે પ્રદુષણની અસરનો પ્રભાવ સ્વાસ્થ પર થવાથી અટકાવે છે. સાઇટ્રસ ધરાવતા ફળો જેમ કે નારંગી, ગુલાબ, કિવી, દ્રાક્ષ અને લીંબુ જેવા વિટામીન સીનાં ફળો ખાવાથી પ્રદુષણી રક્ષણ મેળવી શકાય છે.
આમળા:
અભ્યાસ મુજબ રોજ આમળાનું સેવન કરવાી સ્વાસ્થ સુધરે છે અને પ્રદુષણથી લીવર પર થતી અસરો પણ રોકી શકાય છે. ડસ્ટ પાર્ટીકલ્સથી તથા નુકશાનોથી પણ આમળા બચાવે છે.
ટમેટા :
ટમેટામાં લાયકોપેને હોય છે તે એન્ટીઓકસીડન્ટ તરીકે કામ કરે છે. જે રેસ્પિરેટરી સિસ્ટમને પ્રદુષણી બચાવે છે.
હળદર :
હળદર પણ એન્ટીઓકસીડન્ટ ઔષધી છે જે ફેફસાને પ્રદુષણથી બચાવે છે અને લીવરને સ્વસ્થ રાખે છે. સ્વાસ્થ નિષ્ણાંતો કહે છે કે ઘી અને હળદરનું મિશ્રણ અસ્માં અને કફથી બચાવવાનો રામબાણ ઇલાજ છે. હળદર અને ગોળનું મિશ્રણ પણ અસ્થમા સામે રક્ષણ અપાવે છે.
તુલસી :
તુલસીના પાન વાયુ પ્રદુષણી ફેફસાને રક્ષણ અપાવે છે. રસપ્રદ વાત તો એ છે કે ઘરમાં તુલસીના છોડ રોપવા તે વાયુને પણ સ્વસ્થ રાખે છે.
સાયટ્રસ ફ્રુટ :
વિટામીન સી ધરાવતા ફળો જેમ કે ઓરેન્જ કિવી, દ્રાક્ષ, લિંબુ જેવા ફળોનું સેવન કરવાી પ્રદુષણની શરીર પર અસર થતી નથી અને અન્ય બિમારીઓ અને રોગી પણ મુકતી મળે છે.