દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે સાંભળીને કે જોને આશ્ચર્ય થાય છે. એક એવી જ વસ્તુ આજે એમે તમને જાણવા જઈરહ્યા છીએ. આમ તો તમે ઘણા બઘા ફૂલોને જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય એવું ફૂલ જોયું છે જે 3000 વર્ષમાં માત્રતા એક જ વાર ખીલે છે.
આ ફૂલનું નામ ઉદુમ્બરા છે જેનો અર્થ સ્વર્ગનું ફૂલ થાય છે. આ ફૂલએ 3000 વર્ષમાં એક જ વાર ખીલે છે.
આ ફૂલ વિષે એક એવી માન્યતા છે કે સૌ પ્રથમ ધરતી પર આ ફૂલ ગૌતમ બુદ્ધના જન્મ પહેલા જોવા મળ્યું હતું. ત્યાર બાદ 1997માં સાઉથ કોરિયાના એક મંદિરમાં ભગવાન બુદ્ધની મુર્તિ પર ખીલ્યું હતું. આ ફૂલને બૌદ્ધ ગ્રંથમાં ઘણું જ પવિત્ર માનવમાં આવી રહ્યું છે.
આ ફૂલની ખાસિયતોની વાત કરવામાં આવે તો આ ફૂલ જ્યાં પણ ઊગે છે ત્યાં સ્મેલ ફેલાઈ છે. આ ફૂલને તમે નારી આંખે જોઈ શકતા નથી તેને જોવા માટે તમારે મેગ્નિફાઈગ ગ્લાસ કે માઈક્રોસ્કોપની મદદ લેવી પડે છે.
આ ફૂલ વિષે એવી પણ માન્યતા છે કે આ ફૂલ નહીં પરંતુ એક કીડાના ઈંડા છે.જે ઝાડ પર ઈંડા આપે છે અને તેમાથી આ ફૂલ ઊગે છે.બૌદ્ધ ગ્રંથો આધારે એવું કહેવામા આવે છે કે આ ફૂલ માત્ર પવિત્ર જગ્યા પર જ ઊગે છે.