હવે સાયબર ગઠિયાઓ આંતરરાષ્ટ્રીય નંબર મેળવી તે નંબર પરથી વોટ્સઅપ એકાઉન્ટ શરૂ કરી વોઇસ અને વિડીયો કોલ કરીને લોકોને છેતરી રહ્યા છે. જેના લીધે આ પ્રકારના કોલ્સમાં સતત વધારો થઇ રહ્યો છે. Truecaller એપ્લીકેશન મારફતે આપણે અજાણ્યા નંબર પર આવતા વ્યક્તિ વિશે જાણી શકીએ છીએ ત્યારે હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર ફ્રોડ કોલ્સ અથવા મેસેજ ડિટેક્ટ કરવાનું વધુ સરળ બનશે.

WhatsApp પર Truecaller સપોર્ટ ટૂંક સમયમાં ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. આની મદદથી યુઝર્સને કોલર આઇડેન્ટિફિકેશન સર્વિસનો સપોર્ટ મળશે અને તેઓ ફ્રોડ કોલ, સ્પામ કોલ અથવા મેસેજ વિશે અગાઉથી જાણ કરી શકશે. બંને કંપનીઓએ આ સુવિધા માટે ભાગીદારી કરી છે.

Truecaller ટૂંક સમયમાં જ કોલર ઓળખ સેવા WhatsApp અને અન્ય મેસેજિંગ એપ્સ પર ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરશે જેથી વપરાશકર્તાઓને ઇન્ટરનેટ પર સંભવિત સ્પામ કૉલ્સ શોધવામાં મદદ મળી શકે. કંપનીએ પોતે આ અંગે માહિતી આપી છે. Truecallerના સહ-સ્થાપક અને CEO એલન મામેદીએ જણાવ્યું હતું કે આ સુવિધા હાલમાં બીટામાં છે અને મેના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવશે.

Truecaller  આઇડેન્ટિફિકેશન સર્વિસ યુઝર્સને આવા કોલ અને મેસેજને ઓળખવામાં મદદ કરશે. Truecallerના 2021ના અહેવાલ મુજબ, ભારત જેવા દેશોમાં ટેલિમાર્કેટિંગ અને સ્કેમિંગ કૉલ્સ વધી રહ્યા છે, જ્યાં વપરાશકર્તાઓ દર મહિને સરેરાશ 17 સ્પમ કૉલ મેળવે છે.

વોટ્સઅપ વપરાશકર્તાઓને વિવિધ દેશો જેવા કે ઇથોપિયા (+251), મલેશિયા (+60), ઇન્ડોનેશિયા (+62), કેન્યા (+254), વિયેતનામ (+84), મેઇલ (+223) અને અન્ય જેવા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કૉલ્સ આવી રહ્યાં છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે આ કોલ્સ આવશ્યકપણે આ દેશોમાંથી ઉદ્ભવતા નથી.  તેનું કારણ એ છે કે વોટ્સએપ કોલ ઇન્ટરનેટ પર કરવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય નંબરો એજન્સીઓ દ્વારા દેશમાં કૌભાંડીઓને વેચવામાં આવી શકે છે. આમાંના કેટલાક નંબરોમાં શામેલ છે:

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.