જન્માષ્ટમીના દિવસે પરંપરા અનુસાર પંજરી બનાવમાં આવે છે. પંજરી ખાવામાં સ્વાદિષ્ટ ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદા કારક હોય છે. ખાસ વાત તો એ છે પંજરી તમે વ્રત માટે પણ બનાવી શકો છો તો જાણીએ ભગવાન કૃષ્ણને ખુશ કરવા તેમનો મનપસંદ ભોગ કઈ રીતે બને છે.
સામગ્રી :
૧ કપ ઘાણાજીરું પાવડર
૧ કપ જીણું ખમણેલું નાળિયેર
૧ કપ ખાંડ
૩/૪ એલચી
૧ નાનકડી વાટકી ગુંદર
૨ ટેબલ સ્પૂન દેશી ઘી
બારીક સમારેલ કાજુ બદામ
બનાવવાની રીત:
સૌ પ્રથમ પેનમાં ૨ ચમચી ઘી ગરમ કરો. ત્યારબાદ ઘી ગરમ થયા બાદ તેમાં ઘાણાજીરું પાવડર નાખી તેને ધીમા તપ પર શેકો. અને તેને ઠંડુ થવા માટે રાખી દો.
હવે આ રીતે જીણું ખમણેલું નાળિયેર લો અને તેને પણ શેકી લો. હવે તેને પણ અલગ વાસણ માં કાઢી લો.
તેવી જ રીતે થોડા ઘી માં ગુંદરને પણ શેકી લો અને તેને અર્ધકચરુ પીસી લો.
ત્યારબાદ એક પેનમાં ચાસણી બનાવાનું શરૂ કરો. એક કપ ખાંડમાં એક કપ પાણી નાખીને તેને થોડા સમય સુઘી ઉકાળો. હવે શેકેલ ઘાણાજીરું પાવડર ખાંડની ચાસણીમાં નાખી તેમાં ખમણેલું નાળિયેર એલચી પાઉડર અને કાજુ-બદામ ઉમેરી અને ગુંદર ઉમેરીને મિક્સ કરી લો. કાજુબદામ અને ટોપરાના ખમણ દ્વારા તેને ગાર્નિશ કરો. તો ત્યાર છે ભગવાન શ્રીક્રુષ્ણ માટે નો ભોગ “પંજરી”.