રશિયન કંપનીના પ્લાન્ટમાં 832 મેગા ક્યુબ ઓક્સિજનનું થશે ઉત્પાદન

કોરોનાની ઘાતક બીજી લહેર પૂરી થતાં હવે કોરોના પોઝિટિવ કેસો અને મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોનાની ઘાતક બીજી લહેરમાં ઓક્સિજનની અછત મોટી માત્રામાં સામે આવી હતી, જે દૂર કરવા માટે હવે તંત્ર દ્વારા ત્રીજી લહેર માટે ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રશિયાની રોશનફેટ કંપની દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10 કરોડના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જાહેરાત કરવામાં આવી છે

આ અંગે રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે રશિયાની રોશનફેટ કંપની દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા જાહેરાત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત 10 કરોડ આસપાસ છે અને આ પ્લાન્ટ મદદથી દર એક કલાકે 832 મેગા ક્યુબ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 10થી 15 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત છે,

જેની સામે પૂરતી વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી રહી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉપલેટા, ધોરાજી, જસદણ સહિત 14 જગ્યા પર ડીઆરડિયો ની મદદથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ ઓક્સિજન પૂરતી માત્રામાં મળી રહે તો દર્દીને શહેરી વિસ્તાર સુધી સારવાર માટે આવવું ન પડે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કેટલીક સેવાભાવી સંસ્થા દ્વારા ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવી રહ્યા છે.વિવાયો દ્વારા 3 પ્લાન્ટ આપવામાં આવ્યા છે, જે પૈકી 1 ચિલ્ડ્રન હોસ્પિટલમાં અને 2 કેન્સર હોસ્પિટલમાં આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.