યુવતીઓ સુંદર દેખાવ માટે મેકઅપમાં કોઈ પણ કમી રાખતી નથી. તેમજ આંખોને વધુ સુંદર લૂક આપવા માટે આઇલાઇનર, કાજલ ,મસ્કરા ,આઈશેડોનો ઉપયોગ કરે છે. ત્યારે સૌથી વધુ મુંઝવણ શ્યામ રંગની યુવતીઓને હોઈ છે કે તેના સ્કિન ટોન સાથે કેવો આઈશેડો મેચ થશે અને સુંદર દેખાશે. તેવું તે વિચારતી હોય છે. ત્યારે એ મુંઝવણને દૂર કરવા કેટલાક સુંદર લૂક આપતા આઈ શેડો વિષે આની જાણકારી આપી છે જે તમને જરૂરથી ઉપયોગી થાશે.
ગોલ્ડન શેડ
શ્યામ વર્ણી યુવતીઓની આંખો પર ગોલ્ડન શેડ ખૂબ જ સુંદર લાગે છે. એને લાગવાથી આંખ બોલ્ડ લૂક આપે છે. સાથે જ એ સ્કિન ટોન પર સંપૂર્ણ રીતે મેચ થાય છે.
કોપર શેડ
ઘઉં વર્ણા સ્કિન ટોનની યુવતીઓને કોપર શેડ લગાવવાથી ક્યારેય ગભરાવાની જરૂરત નથી. એની સાથે તમેં બ્લેક કે બ્રાઇટ કલરના વસ્ત્રપરિધાન મેચ કરી શકો છો. રાત્રી મેકઅપ માટે એ પરફેક્ટ લૂક છે.
બ્રોન્ઝ શેડ
બ્રોન્ઝ આઈ શેડો શ્યામ રંગી યુવતી ઉપર ખુબ સુંદર લાગે છે.તેને તમે એથનિક વસ્ત્રો, સ્કર્ટ સાથે મેચ કરી શકો છો. એ તમારા સ્કિન ટોન સખે એકદમ મેચ થાય છે તો જરૂરથી ટ્રાઇ કરો.
બરગંડી શેડ
બરગંડી શેડ એટલે એવું જરૂરી નથી કે એ માત્ર રૂપાળી યુવતીઓ પર જ શોભે છે.એ દોસ્તી સ્કિન ટોન માટે પણ એટલોજ શોભે છે.એટલે તમે જો શ્યામ વર્ણા છો તો બરગંડી શેડ તમારા આઈશેડોમાં જરૂરથી ઉમેરો.