ગઢડા તાલુકાના ઉગામેડી ગામના વતની અને પર્યાવરણ પ્રેમી લાલજીભાઇ પટેલ પાણીના ટીપેટીપાનું મૂલ્ય સમજે છે તેઓએ પાણી બચાવવા તથા પાણીના તળ ઉંચા લાવવા પોતાના ગામમાં ત્રણ તળાવો જાત મહેનતથી બનાવ્યા. તેઓના આ કાર્યથી પર્યાવરણ માટે ઉમદા કામગીરી થઇ ત્યારે જો દરેક ગામમાં લાલજીભાઇ પટેલ જેવા શ્રમપુરૂષ હોય તો દરેક ગામનો બેડો પાર થઇ જાય.

વાત જાણે એમ છે કે, લાલજીભાઇ ટી. પટેલ (રે-ઉગામેડી તા. ગઢડા સ્વામીના હાલ-સુરત) (ધર્મનદન ડાયમંડ) પાણીનું મુલ્ય સમજે છે, તેથી તેના ગામમાં ર01ર થી ર013 દરમિયાન સોનલ નદીમાં 3 ઊંડા તળાવ બનાવેલ ત્રણેય તળાવો જેમાં ઠેબી તળાવ (ઊંડાઇ 18 ફુટ), પરાનું તળાવ (ઊંડાઇ 18 ફુટ) અને જડેશ્ર્વર તળાવ (ઊંડાળ 30 ફુટ) બનાવેલ આ તળાવો ભરવા માટે તેના ગામથી 1700 મીટર દુર આવેલી કેરી નદીમાંથી એક મીટરના વ્યાસવાળી પાઇપલાઇન નાખી આ 3 તળાવો ભરવાનું અતિ ઉમદા કામ કર્યુ.

IMG 20210511 WA0003

પાઇપલાઇન પાથરવાની કામગીરી વખતે ધોમ તડકામાં પણ કામગીરી માટે તેઓ માર્ગદર્શન આપવા જતા, જડેશ્ર્વર તળાવમાં લોકો માટે હોડીમાં ફરવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે કરેલ છે. પોતાના ખર્ચે દેસી કુળ ના વૃક્ષોનું વાવેતર (પ000) કરાવેલ, ગામ સ્વચ્છ અને સુંદર રહેતે માટેના સતત પ્રયત્નો કર્યા કરે છે.

6000 ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરેલ ઉ5રાંત નવરંગ નેચર કલબને વિવિધ ગામોમાં વિનામૂલ્યે રોપ વિતરણ માટે એક લાખ રૂ5ીયાનું અનુદાન આપેલ છે. આ અનુદાનમાંથી 2021 ના ચોમાસામાં 10 ગામમાં ગામ દીઠ 1000 રોપા લેખે કુલ 10,000 રોપાનું વિનામૂલ્યે નવરંગ નેચર કલબ દ્વારા આપવામાં આવશે. એક ગામમાં એક લાલજીભાઇ હોઇ તો ગામનો બેડો પાર થઇ જાય, પર્યાવરણનું ઉમદા કામ કરતા લાલજીભાઇને ઠેર ઠેરથી આવકાર મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.