સામગ્રી :
- ઘઉંના ફાડા (૧ બાઉલ)
- ખાંડ (૧ કપ )
- ઘી (૩ ચમચી )
- ડ્રાયફ્રુટ
- ઈલાયચી પાઉડર
- દ્રાક્ષ
- દૂધ
સોપ્રથમ ગેસ ચાલુ કરીને કડાઈ માં ૩ ચમચી ઘી નાખાવું . ત્યારબાદ ઘઉંના ફાડા નાખી હલાવવું અને તેને સેકવું .
ત્યારબાદ ૪ બાઉલ દૂધ તેમાં મિશ્રણ કરવું . પછી ગેસ બંધ કરી દેવું .અને એક તપેલીમાં લઈ અલગ રાખવું .
હવે પછી ગેસ ચાલુ કરી એક કુકર માં પાણી લઈને મિશ્રણ કરેલી તપેલીમાં તેમાં રાખીને ૪ સીટી વાગે ત્યાં સુધી બાફવું અને તે મિશ્રણ બાહર કાઢવું.
ત્યારબાદ એક કડાઈ લઈને તેમાં આજ મિશ્રણને ધીમા તાપે લઈને હલાવો .
થોડી વાર હલાવી તેમાં દ્રાક્ષ અને બદામ નાખી હલાવવું .
દૂધ બળી જાય પછી તેમાં ખાંડ ઊમેરો અને સતત હલાવો પછી ત્યાર થાય તેમાં ઈલાયચી પાઉડર ઊમેરી ને re બદામ થી ગાર્નિશિંગ કરી સર્વ કરો.