‘ટયુબલાઇટ’ની નિષ્ફળતાએ સલમાન ખાનને હચમચાવી નાખ્યો છે. એની છબી આનાથી ખરડાઇ છે. વિતરકોને થયેલી નુકસાનીની રકમ સલમાને ભરપાઇ કરી હતી. જો કે આ નુકસાનનો વિકલ્પ સલમાને ગોતી લીધો છે. એક અહેવાલ પ્રમાણે સલમાને એની આગામી ‘રેસ-થ્રી’ના નફામાં ૭૦ ટકા ભાગ માંગ્યો છે.
કોઇ અભિનેતા અથ્વા અભિનેત્રી ફિલ્મના નફામાં હિસ્સો માંગે એમા કઇ નવું નથી. ઘણી વાર કલાકારો ફિલ્મ સાથે નિર્માતા તરીકે પણ જોડાયેલા હોય છે. જો કે હવે આમીરે પોતાની ફિલ્મનો વિતરક પણ બનવા જઇ રહ્યો છે ત્યારે લાગે છે કે ટોચના સ્ટાર ફિલ્મની કમાણીનો મોટાભાગનો હિસ્સો પોતે જ રાખવા માંગે છે. જો કે સલમાને માગેલો હિસ્સો વધુ પડતો છે એમ લાગે છે. જો કે નિર્માતાઓએ હજી સુધી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.
આ ફિલ્મમાં સલમાન નેગેટીવ રોલમાં છે અને નિર્દેશનની જવાબદારી રેમો ડિસુઝાને સોંપવામાં આવી છે. જો કે સલમાન આ ફિલ્મનો હિસ્સો બનવા ત્યારે જ રાજી થયો, જ્યારે એવું નક્કી થઇ ગયું કે જોન અબ્રાહમ આ ફિલ્મનો હિસ્સો નહીં હોય. સલમાને જોનને દરવાજો બતાડયા બાદ ફિલ્મમાં એન્ટ્રી મારી છે.