એવું કહેવામાં ઓ છે કે દુનિયામાં જ્યારથી મનુષ્યનું અસ્તિત્વ છે ત્યાર થી તેને નશો કરવાનાં વિવિધ ઉપકરણો પણ શોધ્યા છે.
ઇતિહાસમાં અનેક પ્રકારનાં નશાની ચીજવસ્તુનો ઉલ્લેખ મળે છે. આ ઉપરાંત શરાબ, વ્હીસ્કી, બીયર, રમ, મહુઆ, અને હંડિયા જેવા નશીલા પદાર્થ અને પ્રવાહીઓને સામાજીક રીતે નશીલા દ્રવ્યો તરીકે માન્યતા પ્રાપ્ત થયેલી જ છે.
પરંતુ આ સિવાય પણ એવા કેટલાંય ગેર કાનૂની પદાર્થો છે. જેમા ભાંગ, ગાંજો, ચરસ હેરોઇન, બ્રાઉન સુગર અને કોકેઇન જેને સમાજે સ્વિકાર્યા નથી.
જેમાં આજે અહિં નશાનાં પ્રકારો વિશે નહિં પરંતુ એવા નશા વિશે જાણકારી આપીશું જે આપણી આવનારી પેઢી આલ્કોહોલનાં સ્વરુપમાં અપનાવશે
ઘણાં વર્ષોથી રિસર્ચ કરતાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે આપણી આવનાર પેઢી આજની જેમ ડાયરેકટલી આલ્કોહોલનું સેવન કરવાની જગ્યાએ સિંથેટીક આલ્કોહોલનું સેવન કરશો. આ સિંથેટીક આલ્કોહોલને પીવાથી અસર તો એવી જ થાશે. પરંતુ એ સ્વાસ્થ્ય માટે કંઇ પણ રીતે હાનીકારક નહીં હોય.
જી, હા, અત્યારે જે આલ્કોહોલનું સેવન કરવામાં આવે છે તે સ્વાસ્થ્યને અનેક રીતે નુકશાન કારક છે. પરંતુ ભવિષ્યમાં જે સિંથેટીક આલ્કોહોલની વાત કરીએ છીએ તેના નશો તો એવો જ હશે.
ખ્યાતનામ પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડેવીડ નટએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે સીગરેટઠ અને તમાકુની જગ્યાએ ઇ-સીગરેટ લઇ લેશે. અને આ બદલાવ ભવિષ્યના ૧૦-૨૦ વર્ષ દરમિયાન આવતો દેખાશે જેમાં લોકો સિંથેટીક આલ્કોહોલ અને ઇ-સીગરેટનું સેવ કરતા જોવા મળશે.
જે રીતે દરેક ફિલ્ડમાં સંશોધનો થયા તેમ આલ્કોહોલ બાબતે પણ અનેક ઇનોવેશન થાય છે. એક સમયે લોકો મહુઆ અને તાડીનો નશા માટે ઉપયોગ કરતા હતા. પરંતુ સમયાંત્રે તેની જગ્યા વ્હિસ્કી અને રમએ લીધી છે. અને જ રીતે આ આલ્કોહોલની જગ્યા સિંથેટીક આલ્કોહોલ લેશે તેમાં નવાઇ નથી.
સુત્રોનાં જણાવ્યા અનુસાર સિંથેટીક આલ્કોહોલ સૌ પ્રથમ વેસ્ટર્ન સોસાયટીમાં જોવા મળશે. જેમાં બ્રિટન, અમેરિકા, યુરોપ અને કેનેડાની બજારનો સમાવેશ થાય છે.