દિવાળી પર્વમાં મોઢું મીઠુંના થાયતો પર્વ ના ગણાય, પણ આ દિવાળીએ જીએસટીના કારણે મીઠાઇ મોંઘી મળશે, એટલે થોડી મીઠાઇ કડવી લાગશે.દિવાળીને ગણતરીના દિવસો બાકી છે અને મીઠાઇ બજારમાં ભાવ વધારા જોવા મળી રહ્યા છે.દર વર્ષે મીઠાઇ-ફરસાણમાં ૧૦% જેટલો વધારો નોંધાય છે પણ આ વર્ષે તેમાં જીએસટીથી વધુ મોંઘી મળશે.
સામાન્ય લોકો દર વર્ષે તહેવારોમાં મીઠાઇ અને ફરસાણનાં બજેટ બનાવે છે તેમાં આ વર્ષે કાપ મૂકવાનો વારો આવ્યો છે.દિવાળી દરમિયાન ડ્રાય ફ્રૂટ્સનું વેચાણ સૌથી વધુ થાય છે. અંજીર-પિસ્તાના ભાવમાં પ% વેટ હતો જે વધી હવે ૧ર% જીએસટી લાગુ થયો છે એટલું જ નહીં, ઘીના ભાવમાં પ% વેટ લાગતો હતો તે વધી હવે ૧ર% જીએસટી દર લાગતાં ફી અને ડ્રાય ફ્રૂટ્સ સાથેની મીઠાઇમાં ર૦% થી વધુનો વધારો થયો છે. કાજુકતરી, પિસ્તા રોલ, અંજીર રોલ કે મોહનથાળ સહિતની ઘી અને ડ્રાય ફ્રૂટથી બનતી મીઠાઇઓ મોંઘી થઇ છે.