પનીર લબાબદાર બનાવવા જોઈશે :
- ૨૦૦ ગ્રામ પનીર
- ૧ ચમચી તેલ
- ૧ મોટી ડુંગળી (સમારેલું)
- ૧ મોટુ ટામેટું (સમારેલું)
- ટ ટીસ્પૂન લાલ મરચું
- ટ ટીસ્પૂન જીરા પાવડર
- ઞ ટીસ્પૂન કસૂરી મેથી
- ૧ ચમચી માખણ
- ૧ ચમચી ક્રીમ
- મીંઠુ સ્વાદ અનુસાર
- લીલા ધાણા
- આદુ (ક્રશ કેરલુ)
પનીર લબાબદાર બનાવવાની રીત :
પનીરને ગરમ પાણીમાં થોડી વાર માટે રાખો.
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી, આદુ લાઇટ બ્રાઉન કલરના શેકો.
હવે તેમાં કટ કરેલા ટામેટા એડ કરીને એક મિનીટ માટે તેને ચઢવા દો.
તેમાં જીરા પાવડર, લાલા મરચું, ગરમ મસાલો અને કસૂરી મેથી એડ કરો.
પનીરને ટૂંકડામાં કટ કરો.
તૈયાર મસાલામાં પનીરના ટૂંકડા એડ કરી બરોબર મિક્સ કરો.
મીંઠુ એડ કરીને ૫થી ૧૦ મિનીટ ધીમી આંચ પર ચઢવા દો.
થોડું પાણી એડ કરીને ઉકળવા દો તેથી ગ્રેવી સરસ તૈયાર થાય.
ગેસ પરથી પેનને ઉતારીને તેની પર માખણ અને ક્રીમ એડ કરો. લીલા ધાણાથી સજાવો અને પરાઠા સાથે સર્વ કરો.