રાજસ્થાની ટિક્કી બનાવવા જોઈશે :
- ૧૦૦ ગ્રામ બાફીને છૂંદો કરેલા બટાકાં
- ૧૦ ગ્રામ આરાલોટ
- તેલ જરૂર પ્રમાણે
- ૧/૨ વાટકી લીલા વટાણા
- ૧૦ ગ્રામ પનીર
- ૧/૨ ચમચી જીરું
- ૧ ચપટી હળદર
- ૧/૨ ચમચી મરચું
- ૧/૨ ચમચી ગરમ મસાલો
- મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત :
બાફેલા બટાકાનાં છૂંદામાં આરાલોટને સારી રીતે મિકસ કરો. ત્યાર બાદ તેમાંથી એકસરખા ગોળા વાળો. હવે સ્ટફિંગ માટેની બધી સામગ્રી મિકસ કરીને એક તરફ રહેવા દો. બટાકાનાં ગોળાને હથેળીથી ફેલાવી તેની વચમાં સ્ટફિંગ કરી ફરી ગોળો વાળી સહેજ દબાવીને ચપટા કરો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ ટીકીને તેલ મૂકી આછા બ્રાઉન રંગની સાંતળી લો. ક્રિસ્પી થાય એટલે એબ્સોર્બન્ટ પેપર પર કાઢી ટોમેટો કેચઅપ સાથે ગરમાગરમ જ ખાવાની મજા લૂંટો.