બોલિવુડના ઈતિહાસમાં પહેલીવાર એવું બનવા જય રહ્યું છે જ્યારે કોઈ ફિલ્મને વહેલી સવારે 4:15 વાગ્યે રીલિઝ કરવામાં આવશે. જી હા અમે વાત કરી રહ્યા છી એ શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેના જીવન પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’ની જે 25 જાન્યુઆરી એટલેકે કાલે સવારે 4:15 વાગ્યે રીલિઝ કરવામાં આવશે. સામાન્ય રીતે કોઇ પણ ફિલ્મનો ફર્સ્ટ શો ૯-૦૦ વાગ્યાનો હોય છે. આ ફિલ્મ ‘ઠાકરે’ માં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી બાલસાહેબ ઠાકરેની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ ફિલ્મ શિવસેનાના વડા બાલાસાહેબ ઠાકરેના પાત્રમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ભજવેલ છે. પરંતુ નવાઝનું બાલા અવતાર આ રીતે ઉભરી આવ્યું છે કે તે ઘણી વખત એવું લાગે છે કે સામે નવાઝ નહીં પરંતુ બાલાસાહેબની કોઈ ચિત્ર ચાલે છે. નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના સાનદાર અભિનય દ્રારા બાલાસાહેબના કિરદારથી ફરી જીવંત કરી આપ્યું છે.