આજે મંગળવારે બપોરે ૧.૩૩ના ચંદ્ર મેષમાં આવતા પંચક પૂર્ણ થશે. ગોચર ગ્રહોના પ્રભાવની વાત કરીએ તો ગુરુ અને રાહુ ચાંડાલ યોગમાં જયારે અંશાંતમક રીતે સાવ નજીક હતા ત્યારે ઓડિસા ટ્રેઈનનો ગોઝારો અકસ્માત બનવા પામ્યો હતો તો આગામી સમયમાં જોઈએ તો શનિ મહારાજ ૧૭ જૂનના વક્રી થવા જઈ રહ્યા છે અને સાથે સાથે ૧૫ જૂનના ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મિથુન રાશિમાં પ્રવેશી રહ્યા છે.
પંચક થી શરુ કરી ચાંડાલ યોગ અને ત્યારબાદ હવે આગામી બે દિવસમાં સૂર્ય સંક્રાંતિ અને શનિનું વક્રી થવું બહુ ટૂંકા સમયમાં અનેક ઘટનાનું સર્જન કરે છે વળી કુદરત પણ કરવટ બદલી રહી છે તે આપણે સૌ જોઈ રહ્યા છીએ અને એ વિષય પર અગાઉ અત્રે લખી ચુક્યો છું. મહત્વનો સંયોગ એ છે કે સૂર્ય સંક્રાંતિ પછી બે જ દિવસમાં શનિ વક્રી થાય છે અને તે પણ શનિવાર અને દર્શ અમાસ પર!!!
શનિવારી અમાસ સાધના માર્ગે વિશેષ મહત્વ ધરાવે છે અને પિતા સૂર્યના રાશિ પરિવર્તન પછી પુત્ર શનિનું તુર્તજ વક્રી થવું ગોચરની ભાષામાં ઘણું સૂચક છે અને એ પણ શનિ અમાવાસ્યા ના દિવસે જ!! વળી ગોચરમાં ચાંડાલયોગ પણ ચાલી રહ્યો છે અને મંગળ મહારાજ નીચસ્થ ચાલી રહ્યા છે ત્યારે!! જો કે પંચક ઉતરી જવાથી પરિસ્થિતિમાં ફેરફાર જોઈ શકશે. વાવાઝોડાની અસર ધીમે ધીમે ઓસરી જાય અને જાનમાલ હાનિ ના કરે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ !!
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨