ઘણી બધી સિરિયલ અને ફિલ્મોમાં સુમસાન રસ્તાઓ જોવા મળતા હોય છે અને તે રસ્તાઓમાં પસાર થવુ લોકોને માટે હંમેશા ખતરનાક સાબિત થાય છે. કેટલીય ભટકતી આત્માઓ તેને શિકાર બનાવી લે છે. પરંતુ આ બધુ તો માત્ર વાર્તા અને મનોરંજનથી ભરપૂર હોય છે. પરંતુ અમે તમને જે વાત કરવા જઇ રહ્યા છીએ ત્યા કાલ્પનિક નહી પરંતુ એક ખતરનાક સત્ય છે. આ સત્ય તમને ડરાવી શકે છે.
કેટલાક એવા હાઇવે પણ હોય છે. જ્યાં ભટકતી આત્મા હોય છે તો આવો અમે તમને ભારતના 6 એવા ભૂતિયા હાઇવે અંગે જણાવી જ્યાંથી સુરક્ષિત પસાર થતુ મુશ્કેલ બની જાય છે. તેમજ આ અંગે માનવુ કે ના માનવુ એ તમામ લોકોનું વ્યક્તિગત મંતવ્ય છે.
૧- સ્ટેટ હાઇવે ૪૯ :
પશ્ર્ચિમબંગાળથી તમિલનાડુને જોડતા હાઇવે ઇસ્ટ કોસ્ટ રોડ એટલે કે ઇસીઆરના નામથી ઓળખાય છે.
રાત્રિના સમયે અહીંથી પસાર થનાર લોકોનું કહેવુ છે કે અહીં સફેદ સાડી પહેરીને એક સ્ત્રી જોવા મળે છે. તેને જોતા જ ડ્રાઇવરનું ધ્યાન ભટકી જાય છે તેના લીધે આ હાઇવે પર અકસ્માતો પણ થાય છે. તાપમાન અચાનકથી જ ઘટવા લાગે છે અને એવુ લાગે છે કે જાણે રસ્તો ઘટતો જાય છે.
૨- દિલ્હી કૈંટ રોડ :
– આ રસ્તા પર એક સ્ત્રી જોવા મળે છે તેવુ કહેવાય છે આ રસ્તો દિલ્હી અને ગુડગાંવની વચ્ચે અવરજવર કરનારાઓ માટે ખાસ છે. ઘણા લોકોનું માનવુ છે રાતના સમયે એક સ્ત્રીના તેમના વાહનની સાથે-સાથે ભાગે છે.
૩- માર્વે-મડ આઇલેન્ડ રોડ :
– મુંબઇનો મડ આઇલેન્ડ ખૂબ જ સુંદર છે. પરંતુ અહીં સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ ડરામણો છે. લોકોનું કહેવુ છે કે પાનેતર પહેરેલ એક સ્ત્રીનો આત્મા દેખાય છે. અને તે ગાડી ચલાવતા લોકોને રોકવાની કોશિષ કરે છે.
૪- કશેદી ઘાટ (મુંબઇ-ગોવા હાઇવે) :
– ટ્રક પલટી જવી, ગાડીઓ અથડાવી અને આ અકસ્માતમાં લોકોના મોત થવા. આ હવેલીની ખાસિયત છે જે લોકો આ દુર્ઘટનાઓથી બચી જાય છે. તેમનું કહેવુ છે કે અચાનક જ તેમની ગાડીની આગળ કોઇ વ્યક્તિ આવી જાય છે. તેના લીધે બેલેન્સ બગડે છે. અને અકસ્માત સર્જાય છે.
૫- બ્લુ ક્રોસ રોડ :
– આ ચેન્નાઇનો એક ર્હાટેડ રોડ છે. અહીં પહોંચીને લોકો આત્મહત્ય કરી લે છે. આ જગ્યા પર સૌથી વધુ આત્મહત્યાની ઘટનાઓ બને છે. લોકોનું કહેવુ એ છે કે અહીં અંધારુ થયા બાદ અહી સફેદ આકૃતિ દેખાય છે.
૬- કસારા ઘાટ :
– મુંબઇ નાસિક હાઇવે ખૂબ જ ડરામણી જગ્યા છે. કારણકે અહીં નકારાત્મક શક્તિઓનો અનુભવ થવા જેવી ઘણી બધી ઘટનાઓ સામે આવે છે. કેટલાંક લોકોને મહિલાનું કપાયેલુ માથુ અને ઘડ જોવા મળે છે તો ક્યારેક કોઇને ઝાડ પર બેઠેલ વૃધ્ધ દેખાય છે. આ રસ્તો બંને બાજુથી ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલ હોય છે જેના લીધે તે વધુ ડરામણુ લાગે છે.