ઘણા લોકો હંમેશા પોતાની નોકરીની ફરિયાદો કરતા હોય છે. પરંતુ શું  કોઈ ને ખ્યાલ હશે કે સૌથી ખરાબ નોકરી કોની છે, તમને આશ્ચર્ય થશે કે વિશ્વ માં સૌથી મુશ્કેલ નોકરી અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિની છે.અફઘાનિસ્તાન સામે કેટલા પડકાર છે? આ અંગે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાનીએ એક ઇન્ટર્વ્યૂ દરમિયાન મન ખોલીને વાત કરી. પણ તેમાં એક વાત હતી જે સૌથી ચોંકવાનરી હતી. તેમણે કહ્યું, “અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિની નોકરી દુનિયાની સૌથી ખરાબ નોકરી છે.”તેઓ કહે છે, “અમારી પરિસ્થિતિ એવી છે કે જાણે એક 12 વર્ષનું બાળક 30 વર્ષની વ્યક્તિની જવાબદારી ઉઠાવી રહ્યું છે. પણ અમે ખરેખર પ્રગતિ કરી રહ્યા છે. મેનેજમેન્ટ અને નેતૃત્વમાં સ્થિતિ બદલાઈ રહી છે.”તેઓએ ઉમેર્યું, “અમને લાગે છે કે ચાર વર્ષની અંદર અમારી સેના બંધારણીય વસ્તુઓ કરવા સક્ષમ હશે, જેનાથી તાકાત પર કાયદેસર એકાધિકાર મળી શકશે.”અફઘાન રાષ્ટ્રપતિની આ વાત કેટલીક હદે સાચી પણ છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આજે અફઘાનિસ્તાન ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.તેમાં સૌથી મોટી સમસ્યા છે સુરક્ષા. તેમનો દેશ છેલ્લા 16 વર્ષથી યુદ્ધનું મેદાન બની ગયું છે.તેમ છતાં અફઘાન રાષ્ટ્રપતિ કહે છે કે ચાર વર્ષથી અંદર નાટો સેના દેશમાંથી નીકળી શકશે દેશમાં લગભગ 1400 જેટલી નાટોની સેના છે કે જે અફઘાનિસ્તાનની સેનાને તાલીમ આપે છે, માર્ગદર્શન આપે છે અને તેમને સહયોગ આપે છે.તેમનો ઉદ્દેશ્ય અફઘાનિસ્તાનની સેનાને મજબૂત બનાવવાનો છે કે જેથી કરીને તેઓ તાલિબાન સામે લડી શકે.અશરફ ઘાની એ વાતને માને છે કે તેમના દેશ માટે ત્રણ વર્ષ ખૂબ જ કપરા સાબિત થયા છે.તેઓ આશા રાખે છે કે આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ લડવા માટે થોડી વિદેશી સેના દેશમાં રહેશે.પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તાલિબાન વિરૂદ્ધ લડાઈ અંગે તેઓએ એક ખૂણો પકડી લીધો છે, તો તેમણે કોઈ પણ ખચકાટ વગર “હા”માં જવાબ આપ્યો.તેમણે કહ્યું, “તાલિબાનના માત્ર બે ઉદ્દેશ્યો છે. એક તો એ કે તે સરકારને સત્તામાંથી ઉખાડી ફેંકે અથવા તો બે રાજનૈતિક વિસ્તાર ઉભા કરવામાં આવે કે જેનાથી તેમનો જે-તે વિસ્તાર પર કબ્જો રહે.”પણ અશરફ ઘાનીને વિશ્વાસ છે કે તાલિબાની પોતાના બન્ને ઉદ્દેશ્યોમાં નિષ્ફળ નિવડ્યા છે.જો કે આ મુદ્દો ચર્ચાનો વિષય છે. અમેરિકી સેના દ્વારા હાલ જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તેમાં કહેવામાં આવ્યું છે કે દેશના માત્ર 2/3 ભાગ પર અફઘાન સરકાર રાજ કરી શકે છે.જ્યારે બાકીના વિસ્તારમાં તાલિબાનનું વર્ચસ્વ છે.ગત વર્ષે તાલિબાન સામે લડવામાં અફઘાનિસ્તાનની સેનાના 10 ટકા સૈનિકોનાં મોત થયા હતા.આંકડાઓ મુજબ ગત વર્ષમાં લગભગ 7000 જેટલા અફઘાન નેશનલ આર્મીના સૈનિકોનાં મોત થયા હતા, જ્યારે 12,000 ઘાયલ થયા હતા.અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ કહે છે કે મોટાભાગના પશ્ચિમી દેશો યુદ્ધને સમજી નથી રહ્યા. તેમની સરકાર ગૃહયુદ્ધ સામે નથી લડી રહી, પણ ડ્રગ્સ સામે યુદ્ધ લડી રહી છે.તેઓ કહે છે, “તાલિબાન દ્વારા દુનિયાભરમાં સૌથી વધુ હેરોઈનની નિકાસ કરવામાં આવે છે. દુનિયા હેરોઈન પર ધ્યાન કેમ નથી આપતી ? આ એક વૈચરિક યુદ્ધ છે કે ડ્રગ વૉર છે?”, “અમે તાલિબાન સાથે શાંતિ કરાર કરવા માગીએ છીએ.”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.