એક પરિસ્થિતિની કલ્પના કરો કે બે મહિના સુધી રાત જ ન પડે 24*7સુરજની રોશની એમ જ રહે તો….? અને બે મહિના સુધી 24*7 રાત જ રહે અને અજવાળું જ ન થાય તો….? છે ને અજીબ ઘટનાં પરંતુ આ પરિસ્થિતિની કલ્પના કરવી પણ મુશ્કેલ છે પરંતુ પૃથ્વીનાં ભુગોળ પ્રમાણે એક દેશમાં કંઇક આવી જ પરિસ્થિતિ સર્જાય છે. તો આવો જાણીએ અને સમજીએ એ પરિસ્થિતિને…!
પૃથ્વી પરનો નોર્વે દેશ એવો છે જ્યાં સુરજ ક્યારેય નથી ડુબતો અને અડધી રાત્રે પણ સૂરજનો ઉજાસ છવાયેલો જોવા મળે છે નોર્વેમાં ઉનાળાનાં મે અને જુલાઇનાં અંત સુધીમાં સૂર્ય ક્યારેય આથમતો નથી. એ સમય દરમિયાન ત્યાં રાત્રે પણ ઘણું અજવાળું હોય છે સૌથી મોટી ખાસ વાત તો એ છે કે શિયાળા દરમિયાનનાં બે મહિના સૂરજનાં દર્શન દુર્લભ થઇ જાય છે. જેના કારણે ૨૪ કલાક અંધારુ જ છવાયેલું છે.
ભૂગોળની દ્રષ્ટિએ આ પરિસ્થિતિને સમજીએ તો સૂર્ય અર્દ્વરાત્રીએ ધૃવિય પ્રદેશનોમાં દેખાય છે. જ્યાં રાતે પણ એ જ ક્ષેત્રની ઉપર રહે છે. પૃથ્વીનો અક્ષ પોતાની ભ્રમણ કક્ષાનાં સ્તરથી ૨૩.૫ અંશ નમેલો છે. જેના કારણે દરેક ગોળાર્ધ ઉનાળામાં સુરજની તરફ નમેલો રહે છે. અને શિયાળામાં એ તેની વિરુધ્ધ દિશામાં નમેલો એટલે કે સુરજથી દૂર થઇ જાય છે. જેના કારણે ઉત્તર અને દક્ષિણ ધૃવિય પ્રદેશોમાં વર્ષના થોડા સમય સૂરજ સંપૂર્ણ પણે નથી ડૂબતો અને અમર ઉજાલાની જેમ ઉજાસ ફેલાવે છે. રાત્રે પણ અજવાળું જ છવાયું રહે છે. જ્યારે દક્ષિણ ધૃવનાં પ્રદેશમાં આનાથી ઉલ્ટું શિયાળામાં ત્યાં અજવાળાના બદલે અંધારુ જ છવાયેલું રહે છે.
આ સમય દરમિયાન સૂરજ ૨૪ કલાક દેખાય છે અને સૂર્યોદય તો થાય છે પરંતુ ધીમી ગતીથી ચાલે છે અને સાંજ થતા સૂરજ ઢળે પણ છે પરંતુ ક્ષિતિજ પાસે પહોંચતા જ ફરી સૂર્યોદય શરુ થાય છે.
તો આમ પૃથ્વી ગોળ છે અને એક બાજુથી ઢળેલી છે એ ભુગોળના કારણે નોર્વેમાં સૂરજ અમર ઉજલાની જેમ જળહળતો જ રહે છે.
તમે એવું ક્યારેય વિચાર્યુ છે કે જો ભારતમાં આ પ્રકારની પરિસ્થિતિ હોત તો તમે શું કરો….? તો અમને જણાવવાનું ચુંકશો નહિ….