યુવતીઓ, મહિલાઓ દરેકને પોતાના વાળ તેમજ નખની સારવાર રાખવાનું તેમજ તેની સુંદરતા વધારવાનો શોખ હોય છે, હાથને સૂડોળ બનાવવામાં નખની મહત્વની ભૂમિકા હોય છે. ગંદા, કદરુપા તેમજ નાના-મોટા નખથી હાથ ખરાબ દેખાય છે માટે નખને સુંદર અને ચમકીલા બનાવવા ખૂબ જ જરુરી છે.
નખની સ્વાભાવિક ચમક સુધારવા માટે તેના પર ટરપેનટાઇનનો અથવા કોપરેલના તેલનો ઉપયોગ કરો નખની ચમક જતી રહી હોય તો એંરડીયાને હુંફાળુ કરી તેમાં નખને થોડીવાર ડૂબાડી રાખો ત્યાર બાદ તેલથી નખ પર મસાજ કરો અઠવાડિયામાં ત્રણ વખત આમ કરવાથી નખની ચમક વધે છે.
નખ કોઇ કારણોસર સુકાઇ જતા હોય છે નિષ્ણાંતોની સલાહ બાદ કેલ્શિયમની ટેબ્લેટ લઇ શકાય. નખને પુષ્ટ બનાવવા તેને વારંવાર કાપસો નહીં તેમજ હંમેશા નેલપોલિશ લગાડવી નહીં.
ઓલીવ ઓઈલથી માલિશ કરવાથી પણ ફાયદો થાય છે નખને મુલાયમ કપડાથી રગડવાથી રક્ત સંચાર વધે છે અને ચમક આવે છે. આ ઉપરાંત તમે ફટકડીથી નખ પર માલિશ કરી શકો છો આ માલિશથી નખ ભાંગવાની સમસ્યા થશે નહીં.
ઘણી મહિલાઓ નખથી ઢાંકણા ખોલતી હોય છે આવી પ્રક્રિયા માટે નખનો ઉપયોગ કરશો નહીં તેમજ બ્લેડથી નખ કાપવાની ભૂલ ક્યારેય કરશો નહિં ફક્ત નેલકટરથી જ નખ કાપવા જોઇએ જો નખ નિસ્તેજ થઇ ગયા હોય તો માછલીના તેલનું માલિશ કરી તેને ફરી સ્વસ્થ્ય, મજબૂત અને ચમકીલા બનાવી શકાય છે.