લોકોએ હંમેશા ગણેશજીની ઊભેલી અથવા બેઠેલી પ્રતિમા જ જોઇ હશે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાં સૂંઢ વગરની ગણેશજીની પ્રતિમા છે. આ મંદિર જયપુરના નાહરગઢ પહાડી પર સ્થિત છે અને અહીંયા ગણેશજીના બાળરૂપના દર્શન કરવા મળે છે. આ મંદિર ખૂબ જ જૂનું છે અને આ ગઢ ગણેશના નામથી પણ જાણીતું છે. ચલો તો જાણીએ આ મંદિર માટે કેટલીક એવી જાણકારીઓ.
– આ મંદિર આશરે 350 વર્ષ જૂનું છે. અહીંયા નાહરગઢની પહાડી પર મહારાજા સવાઇ જયસિંહએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને અહીંયા ગણેશજીની બાળ રૂપ વાળી મૂર્તિ સ્થાપિત કરી.
– ત્યાર બાદ જ જયપુર શહેરનો પાયો મૂકવામાં આવ્યો હતો. આ મંદિર પાસે ઊભા રહીને આખા જયપુરનો નજારો જોઇ શકો છો.
– આ મંદિરમાં ગણપતિની મૂર્તિ એવી રીતે સ્થાપિત કરવામાં આવી છે કે જયપુરના ઇન્દ્ર પેલેસથી દૂરબીન દ્વારા ભગવાનના સીધા દર્શન કરી શકાય છે. કહેવામાં આવે છે કે ઇન્દ્ર મહેલના રાજા દૂરબીનથી ભગવાનના દર્શન કરતાં હતા.
– આ મંદિરમાં કુલ 365 સીડીઓ છે અને મંદિરના નિર્માણ વખતે દરરોજ એક સીડી બનાવવામાં આવતી હતી. આ જ રીતે એક વર્ષમાં આ સીડીઓને બનાવવામાં આવી.
– આ મંદિરના રસ્તામાં એક શિવ મંદિર પણ આવે છે જેમાં પૂરા શિવ પરિવારનો ફોટો રાખાવામાં આવ્યો છે.
– સૂંઢ વગરના ગણેશજીના આ મંદિરમાં લોકો દૂર-દૂરથી દર્શન માટે આવે છે.
– આ મંદિરમાં બે ઉંદરોની પરણ સ્થાપના કરવામાં આવી છે અને કહેવામાં આવે છે કે પોતાની ઇચ્છાઓ આ ઉંદરોના કાનમાં કહે તો ખૂબ જ જલ્દીથી પૂરી થઇ જાય છે.
– આ મંદિરમાં ફોટો પાડવાની સખ્ત મનાઇ છે.