Gujarat Weather Forecast :

હાલ થોડા દિવસોથી ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે , આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો પર ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધુ છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોવાથી ત્યાંનું તાપમાન મધ્ય ગુજરાતની સરખામણીએ વધુ ઠંડું છે.

r

જોકે, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.  રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે. અમદાવાદ રાજ્યમાં હાલ  ઉત્તરર્પુર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં  તાપમાન 3 ડિગ્રી ઊંચકાયું છે. તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો છે. 9.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.  ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો છે અને ગત રાત્રિએ ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

1 8

ગુજરાતમાં ક્યા કેટલી ઠંડી 

  • અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 13.8 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 12.0 ડિગ્રી તાપમાન
  • વડોદરા 14.6 ડિગ્રી તાપમાન
  • સુરત 16.2 ડિગ્રી તાપમાન
  • ભુજ 13.1 ડિગ્રી તાપમાન
  • કંડલા 13.0 ડિગ્રી તાપમાન
  • અમરેલી 14.0 ડિગ્રી તાપમાન
  • પોરબંદર 14.0 ડિગ્રી તાપમાન
  • રાજકોટ 11.8 ડિગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગર 14.4 ડિગ્રી તાપમાન
  • મહુવા 14.6 ડિગ્રી તાપમાન
  • કેશોદ 12.5 ડિગ્રી તાપમાન

 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.