જાપાની ઓટો કંપની લેક્સસે ભારતમાં  પોતાની સૌથી સસ્તી અને  નાના ગાડી Lexus NX 300h રજૂ કરી છે. જોકે હવે તેને 2018માં લોન્ચ કરવામાં આવશે.હાઇબ્રિડ એન્જિન વાળી આ ગાડીની ભારતના એક્સ શો રૂમમાં કિંમત 60 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

તે પહેલા લેક્સે સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં પોતાની  3 ગાડીઓ RX 450h, EX 300h અને LX 450d લોન્ચ કરી હતી.   લેક્સસ એનએક્સ 300 એચ કંપનીની ત્રીજી હાઇબ્રિડ કાર છે.

આ ગાડી  ઇન્ટરનેશનલ માર્કેટમાં  પહેલેથી વેચાઈ રહી છે. આ ગાડીમાં લેકસસનું ગ્રિલ છે જેન પર બ્લૂ રંગની બેકલાઇટ વાળો લોગો છે. જે તેના હાઇબ્રીડ હોવાનું પ્રમાણ છે.  આ ગાડીમાં એલઇડી યુક્ત હેડલેમ્પ પણ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.