બસ હવે નવરાત્રિ શરુ થવામાં ગણતરીનાં દિવસો જ બાકી છે,ઠેર-ઠેર નવરાત્રિનાં ડાન્સ ક્લાસ શરુ થઇ ગયા છે. તેમજ માર્કેટમાં અવનવા ગામઠી ચણીયા ચોળી તેમજ ડિઝાઈનર ચણીયા ચોળીએ પોતાની ધાક જમાવી દીધી છે. યુવતીઓ તો બસ હવે ચણીયા ચોળી ખરીદવા માટે નીકળી પડી છે.
નવી ડિઝાઈન સાથે ભાત-ભાતનાં ચણીયા ચોળી માર્કેટમાં આવી ગયા છે. તો તમે પણ શેની રાહ જોઈ રહ્યા છો? બજારમાં આભલા વર્ક વાળા, ગોટા-લટકણવાળા, મોતી વર્કવાળા તેમજ બોર્ડર-લેસ વાળા ચણીયા ચોળી આવી ગયા છે. જે પહેરીને તમે એકદમ ગ્લેમરસ ગોપી જેવા દેખાઈ શકો છો.
દાંડિયા રમતા લોકોની નજર તમારા પરથી હટશે જ નહી. દર વર્ષે નવરાત્રિ આવતા જ ખાસ કરીને યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. યુવતી ઓ મહિનાઓ થી તૈયારીમાં લાગી જાય છે. ત્યારે દર વર્ષે કાઇ નવું કાઇ અલગ કરવાનું વિચારતી હોય છે.
નવા નવા ચણીયા ચોળી બનાવવા તેમજ બજાર માથી ખરીદી કરતાં હઓ છે. હાલ બજારોમાં અનવ નવા ચાલીયા ચોળી આવી ગયા છે. ત્યારે આ વર્ષે ગોટા વર્ક વધારે જોવા મળી રહ્યું છે.