જેણે પણ આ દુનિયામાં જન્મ લીધો છે, તેનું મરવું નક્કી છે. જોકે, કોનું મૃત્યુ ક્યારે આવશે તેના વિશે કોઈ જાણી નથી શકતું. પરંતુ, મૃત્યુના લક્ષણ શરીર પર પહેલા જ દેખાવા લાગે છે.
માણસે વિજ્ઞાનની મદદથી મૃત્યુના રહસ્યને ઉકેલવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ આજ સુધી તે આ શોધમાં નિષ્ફળ રહ્યો છે, પરંતુ આ સમય દરમિયાન તેને ચોક્કસપણે કેટલાક એવા લક્ષણો વિશે જાણવા મળ્યું જે મૃત્યુના થોડા સમય પહેલા જ માનવ શરીરમાં દેખાવા લાગે છે.
નિષ્ણાતોએ કહ્યું કે મૃત્યુના લક્ષણો બે અઠવાડિયા પહેલાથી જ માણસોમાં દેખાવા લાગે છે. ખરેખર, વ્યક્તિની તબિયત 2 અઠવાડિયાની અંદર બગડવા લાગે છે. તેને ચાલવામાં અને ઊંઘવામાં પણ તકલીફ થવા લાગે છે. જીવનના અંતિમ દિવસોમાં વ્યક્તિ દવા લેવાની, ખોરાક ખાવાની અને પાણી પીવાની ક્ષમતા ગુમાવે છે.
કેટલાક સંશોધન અહેવાલો અનુસાર, મૃત્યુ સમયે મગજમાંથી ઘણા બધા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણોમાંથી એક છે એન્ડોર્ફિન. આ રસાયણ વ્યક્તિની લાગણીઓને વધારે છે.
એક રિસર્ચ અનુસાર જેમ જેમ વ્યક્તિ મૃત્યુની નજીક આવે છે તેમ તેમ તેના શરીરમાં સ્ટ્રેસ કેમિકલ વધવા લાગે છે. આ જ કારણ છે કે મૃત્યુના થોડા દિવસો પહેલા તમને વ્યક્તિમાં એક વિચિત્ર ગભરાટ જોવા મળે છે.
વળી, કેન્સરના કારણે મૃત્યુ પામનાર વ્યક્તિના શરીર પર સોજો આવવા લાગે છે. તેમજ મૃત્યુની પ્રક્રિયા દરમિયાન વ્યક્તિની પીડા ઓછી થાય છે. નિષ્ણાતો માને છે કે એન્ડોર્ફિન આનું કારણ હોઈ શકે છે.