ટેક્નોલોજી ન્યૂઝ
જ્યારે કાર લેવાની વાત થાય ત્યારે દરેક વ્યતિ કાર લેતા પહેલા તેના ફીચર્સ અને ટેકનૉલોજિ વિષે પણ એટલો જ વિચાર અને રિસર્ચ કરતી હોય છે. અને કારની બુટ સ્પેસ વિષે પણ સંશોધન કરે છે તેવા સમયે અહી તમારા માટે કેટલીક એવી કાર વિષે વાત કરીએ જેમાં વિશાળ બુટ સ્પેસ આપવામાં આવી છે.
પહેલું નામ Citroen C3 Aircross છે. તાજેતરમાં લૉન્ચ થયેલી નવી Citroen C3 Aircross SUVમાં 511 લિટરની બૂટ સ્પેસ છે. જેને તમે એક્સ-શોરૂમ 9.99 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.
Maruti Suzuki Ciaz બીજા સ્થાને છે. 9.30 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતની આ સેડાન કાર 502 લિટર બૂટ સ્પેસ સાથે ઉપલબ્ધ છે.
આ યાદીમાં ત્રીજું નામ Honda Amazeનું છે. હોન્ડાની આ બજેટ સેડાન કારને 420 લીટર બૂટ સ્પેસ સાથે ખરીદી શકાય છે. તેની પ્રારંભિક કિંમત 7.05 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
ચોથી કાર Tata Tigor છે. આ ટાટા સેડાન કારને 419 લીટર બૂટ સ્પેસ સાથે ખરીદી શકાય છે. તેની પ્રારંભિક કિંમત 6.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
Kia Sonet પાંચમા નંબરે છે. કંપની આ કારમાં 392 લિટરની ક્ષમતા સાથે બૂટ સ્પેસ આપે છે. આ કાર ખરીદવા માટે તમારે 7.79 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.