હસવું અને ખુશ રહેવું સ્વાસ્થ્ય અને જીવન બંને માટે જરૂરી છે પરંતુ હદથી વધુ ખુશ રહેવું કે ઉદાસ રહેવું પણ એટલું જ ખતરનાક છે.જો તમે વધુ પડતાં ઉદાસ રહેતા હોવ તો તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે આનાથી તમારે ગંભીર માનસિક બીમારી બાઇપોલર ડિસઓર્ડરનો સામનો કરવો પડી શકે તેમ છે.
બાઇપોલર એવી માનસિક બીમારી છે જેમાં દિલ અને દિમાગ સતત વધુ પડતું ઉદાસ રહે છે. મનોચિકિત્સકોના મતે આ બીમારી 100 લોકોમાંથી એક વ્યક્તિને થતી હોય છે. આ બીમારીની શરૂઆત 19 વર્ષ આસપાસની ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે.
દેશમાં પહેલી વખત આરોગ્ય વિભાગે અંદાજે 35 હજાર લોકો પર રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સર્વે કર્યો, જેમાં 0.3 ટકા લોકો આ બાઇલોપર ડિસઓર્ડરથી પીડિત જોવા મળ્યા.