સામાન્ય રીતે પેટ્રોલનો ભાવ વધે લોકો પોતાના પ્રાઇવેટ વાહનોને ઘરે અથવા ગેરેજે મુકી દેતા હોય છે અને બસની મુસાફરી કરતા હોય છે. પરંતુ જો તમને સાંભળવામાં આવે કે પેટ્રોલથી નહીં પરંતુ કોફીથી બસ ચાલશે તો તમને માનવામાં નહીં આવે અને મજાક લાગશે પરંતુ આ એ હકીકત છે.
કારણ કે તમને જાણીને નવાઇ લાગશે લંડનમાં રોડ પર ચાલતી બસ પેટ્રોલ પીને નહીં પરંતુ કોફી પી ને ચાલી રહી છે. આ અબુજો બાયોબીન નામની એક બ્રિટિશ કંપનીએ કરી બતાવ્યો છે. આ કંપનીએ કોફીના વેસ્ટ કચરામાંથી એક અવનવાં તત્વ જેને તેલ કહી શકાય તેની શોધ કરી છે.
જે પેટ્રોલના વિકલ્પમાં ઉપયોગી બની શકે છે. તો તે પેટ્રોલ કરતાં સસ્તુ પણ છે મતલબ આ બસમાં તમે પેટ્રોલની ટાંકીમાં કોફીના વેસ્ટનું બનેલું તેલ જોઇ શકશો. કોફીના કચરામાંથી તૈયાર કરવામાં આવેલું આ તેલ ખૂબ જ જવંલિત હોય છે. તેને ડિઝલની સાથે ભેળસેળ કરી એક ખૂબ જ પ્રબળ પ્રભાવશાળી ઇંધણમાં પરિવર્તન કરી શકાય છે.
આ ઇંધણથી હાલ લંડનની સડકો પર કોફીના કચરામાંથી બનેલાં તેલથી બસો ચાલી રહી છે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે તેને કૂકિંગ ઓઇલ અને મિટ જેવીવસ્તુઓ માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ તેનાથી બસોમાં પેટ્રોલના બદલે આ ઇંધણનો ઉપયોગ કરી શકાય છે.