મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક માસુમોએ જીવ ગુમાવ્યા હતા જેની ચીસો હજુ સાંભળવા મળે છે. મોરબીમાં તે રવિવારની સાંજે 6:30 વાગ્યાના અરસામાં હળવું અંધારું પથરાઈ રહ્યું હતું, ત્યારે માત્ર દસ સેકન્ડની ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધકારમાં ડૂબી ગયાં. ત્યારે વધુ એક વીડીયો સામે આવ્યો છે જેમાં અઢી દાયકા જૂનો પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર બાયપાસ પર આવેલા પુલની છે જે હાલ જર્જરિત અવસ્થામાં છે. અહી કોઈ મોટો અકસ્માત થઈ શકે તેવી આ પુલની હાલત છે. એક સાઈડનું ગાબડૂ પડવાની હાલતમાં છે. એક લાઈનને બંધ કરી બીજી લાઈન વાહનો માટે ખુલ્લી રાખવામાં આવી છે. જર્જરિત હાલતમાં પુલ છતાં વાહનચાલકો પસાર થવા મજબૂર છે ત્યારે પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ મોરબી પુલની દુર્ઘટના સામે સરકારે તંત્ર સામે લાલ આંખ કરી છે ત્યારે આ જર્જતીત પુલ બાબતે નેશનલ હાઇવે લાપરવાહી કોઈ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. આ પુલ પરથી પસાર થતા વાહનચાલકોને ડર લાગવાની સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
આ જર્જરિત પુલના કારણે લોકોને પુલ પર પસાર થવાથી ભય લાગી રહ્યો છે ત્યારે આ પુલનું સમારકામ જલ્દીથી જલ્દી થવું જોઈએ તેવી લોકોની માંગ છે. આ બિસ્માર પુલને પાડીને તેની જગ્યાએ પાકું ડાયવર્ઝન બનાવવામાં આવશે તો, જ અકસ્માતનો ભય દૂર થશે. જેથી આ બાબતે તંત્ર જાગીને ત્વરિત કામગીરી કરે તેવી લોકોની માંગ છે.