પાણીમાં મળનારા હોર્સ શૂ કરચલાંના લોહીને મેડિકલ સાયન્સ કોઇ અમૃતથી ઓછું ગણતું નથી. તેના લોહીનો રંગ ભૂરો હોય છે. પર દુઃખની વાત એ છે કે આ જીવને તેની આ ખાસિયતના કારણે મારી નાંખવામાં આવે છે. આ જીવની બનાવટ ઘોડાની નાળ જેવી હોય છે. તેના કારણે તેનું નામ હોર્સ શૂ ક્રૈબ રાખવામાં આવ્યું છે. શા માટે કહેવાય છે અમૃત…
– આ કરચલાંનું સાયન્ટિફિક નામ Limulus polyphemus છે, માનવામાં આવે છે કે આ પ્રજાતિ 45 કરોડ વર્ષ પહેલાંથી અસ્તિત્વમાં છે. કરોડો વર્ષમાં પણ તેના આકારમાં કોઇ ફેરફાર આવ્યો નથી. મેડિકલ સાયન્સમાં આ કરચલાના લોહીને તેની એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીના કારણે વાપરવામાં આવે છે.
આ કારણે ભૂરું છે લોહી
આ કરચલાના લોહીનો રંગ ભૂરો હોવાનું કારણ તેના લોહીમાં કોપર બેસ્ડ હીમોસાઇનિન હોવું છે. જે ઓક્સીજનને શરીરના અનેક ભાગમાં લઇ જાય છે. લાલ લોહીવાળા જીવના શરીરમાં હિમોગ્લોબિનની સાથે આયર્ન પણ કામ કરે છે. આ કારણે તેનો રંગ લાલ છે.
10 લાખ રૂપિયા પ્રતિ લિટર છે કિંમત
આ કરચલાંનું લોહી શરીરની અંદર ઇન્જેક્ટ કરીને ખતરનાક બેક્ટેરિયાની ઓળખ કરાય છે. આ ખતરનાક બેક્ટેરિયા વિશે તે યોગ્ય જાણકારી આપે છે. તેનાથી માણસોને આપવામાં આવતી દવાઓના ખતરા અને દુષ્પ્રભાવોને વિશે પણ જાણી શકાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની ખાસિયતના કારણે જ તેના લોહીની કિંમત આટલી વધારે રાખવામાં આવી છે. દર વર્ષે 5 લાખથી પણ વધારે કરચલાંનું લોહી કાઢી લેવામાં આવે છે.